News of Sunday, 21st June 2026
જૂનાગઢ અગસ્ત્ય મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના નિષ્ણાંત સર્જન ડો. હમીર રાજતીયાએ મુંબઈ ખાતે રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ભાગ લીધો
હરસ, મસા, ભગંદર સહિતની સારવાર માટે નવીનતમ તકનીકો શીખ્યા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : જૂનાગઢ અગસ્ત્ય મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના અનુભવી અને નિષ્ણાંત સર્જન ડૉ. હમીર રાજતીયા (એમ.એસ. જનરલ તથા લેપ્રોસ્કોપીક સર્જન, ભૂતપૂર્વ સર્જન: સરકારી હોસ્પિટલ વિસાવદર, ભેસાણ, ભૂતપૂર્વ સર્જન: સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ , કળસાર, વડલી મહુવા)એ જણાવ્યું છે કે, "બે દિવસ પહેલા જ મુંબઈથી પાછો ફર્યો છું જ્યાં મેં ઇન્ટરનેશનલ ટીચર્સ દ્વારા મિનિમલ ઇન્વેસિવ એડવાન્સ પ્રોક્ટોલોજી વર્કશોપ નેશનલ લેવલ કોન્ફરન્સમાં ભાગ લીધો! હરસ, મસા, ભગંદર વગેરેની સારવાર માટે નવીનતમ તકનીકો શીખ્યા. આ અદ્યતન કૌશલ્યને મારી પ્રેક્ટિસમાં અમલમાં મૂકવા અને મારા દર્દીઓને વધુ સારી સારવાર પૂરી પાડવા માટે ઉત્સાહિત છું!
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
