<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

નવી દિલ્હીમાં CISFના નવા હેડક્વાર્ટરનું કરશે ભવ્ય નિર્માણ :સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ખાતમુહૂર્ત

CISF ફોર્સ માટે આ નવું હેડક્વાર્ટર તમામ આધુનિક સુવિધાઓ અને કમાન્ડ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ હશે, જે સુરક્ષા વ્યવસ્થાના સંચાલનને વધુ સુદ્રઢ બનાવશે.

નવી દિલ્હી :દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે 22 જૂને નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સના નવા અત્યાધુનિક હેડક્વાર્ટર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ પોતાના હસ્તે આ નવા મુખ્ય મથકનો શિલાન્યાસ કરશે. દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વ્યૂહાત્મક મથકોને સુરક્ષા આપતી CISF ફોર્સ માટે આ નવું હેડક્વાર્ટર તમામ આધુનિક સુવિધાઓ અને કમાન્ડ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ હશે, જે સુરક્ષા વ્યવસ્થાના સંચાલનને વધુ સુદ્રઢ બનાવશે.

(6:24 PM IST)