<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

નૌકાદળની તાકાતમાં ઐતિહાસિક વધારો: પી.એમ નરેન્દ્રભાઈ મોદીએ 3 સ્વદેશી યુદ્ધ જહાજો સેનામાં કર્યા સામેલ

કોલકાતામાં INS દુનાગિરી, INS સંશોધક અને INS આગ્રેનું કમિશનિંગ: આત્મનિર્ભર ભારતને મળ્યો વધુ એક મોટો બળ

ભારતીય નૌકાદળની શક્તિમાં વધુ એક ઐતિહાસિક વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં આયોજિત ભવ્ય સમારોહ દરમિયાન સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ત્રણ અદ્યતન યુદ્ધ જહાજો – INS દુનાગિરી, INS સંશોધક અને INS આગ્રે – ને ભારતીય નૌકાદળમાં સામેલ કર્યા હતા. આ ત્રણેય પ્લેટફોર્મના સમાવેશથી ભારતની દરિયાઈ સુરક્ષા અને યુદ્ધ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. 

 

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશના વિકાસ, સુરક્ષા અને સમૃદ્ધિનો દરિયા સાથે સીધો સંબંધ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આ કમિશનિંગ વધુ મજબૂત બનાવે છે. 

 

INS દુનાગિરી અદ્યતન સ્ટેલ્થ ગાઈડેડ મિસાઇલ ફ્રિગેટ છે, જે સમુદ્ર, હવાઈ અને પાણીની અંદરના જોખમો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. INS આગ્રે એન્ટી-સબમરીન વોરફેર માટે તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે INS સંશોધક અદ્યતન સર્વે વેસલ તરીકે દરિયાઈ સંશોધન અને હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવશે. 

 

ત્રણેય સ્વદેશી યુદ્ધ જહાજોના કમિશનિંગને ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને આધુનિકીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે આ ઉમેરાથી ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ વધુ મજબૂત બનશે. 

(12:31 PM IST)