તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
જામનગરના રાજપાર્ક રંગમતી પાર્કમાં રહેણાંક મકાનમાં એલસીબીનો દરોડો :કુલ 1.88 લાખના મુદામાલ સાથે આઠ જુગારીઓ ઝડપાયા
બાતમીના આધારે એલસીબી પોલીસ ટીમે રહેણાં મકાનમાં દરોડો પાડી પાંચ મહિલા અને ત્રણ પુરુષોને ઝડપી લીધા

જામનગર શહેરમાં રહેણાક મકાનમાં ગંજીપાના વડે જુગાર રમી રોકડ રૂપિયા, મો.ફોન, તથા મો.સા., વિગેરે મળી કુલ કિ.રૂ. ૧,૮૮,૦૦૦/- ના મુદામાલ સાથે આઠ સ્ત્રી, પરૂષોને જામનગર- એલ.સી.બીએ પકડી પાડ્યા છે .
નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર જીલ્લામા દારૂ જુગારના કેશો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દારૂ જુગારના કેશો કરવા અંગે એલ.સી.બી. ના પો.ઇન્સ.ને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો એ દારૂ જુગારના કેશો સોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ઘનશ્યામભાઈ ડેરવાળીયા તથા ભરતભાઈ ડાંગર,ને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા રાજપાર્ક રંગમતી પાર્ક શેરી નંબર 3 સાઈકૃપા પ્રોવિઝન સ્ટોર ની બાજુમાં જામનગર ખાતે સરોજ અશ્વિનભાઈ પંડ્યા ના રહેણાક મકાનમાથી નીચે લખ્યા નામ વાળા સ્ત્રી પરૂષોને રોકડ રૂપિયા ૭૨,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૩૫,૫૦૦/-તથા મો.સા.વાહન બે. કિ.રૂ.૮૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૮૮,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધ કિશોરભાઈ પરમાર એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઈ. શ્રી એમ.વી.ભાટીયા એ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) ભરતભાઈ કરમશીભાઈ ચોપડા ઉ.વ.૩૨ ધંધો. મજુરી રહે.ગોકુલનગર રામનગર શેરી નં-૮ જામનગર
(૨) જયરાજસિંહ વનરાજસિંહ ગોહીલ જાતે ગીરા ઉ.વ.૩૨ ધંધો.પ્રા.નોકરી રહે.સત્યમ કોલોની ઓસવાળ-૩ જામનગર
૩) ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવિંગ રહે.અંધાઆશ્રમ આવાસ કોલોની જામનગર
( (૪) સરોજ વા/ઓ અશ્વિનભાઈ પ્રેમશંકરભાઈ પંડ્યા ઉંમર વર્ષ ૪૮ રહે. રાજપાર્ક રંગમતી પાર્ક જામનગર
(૫) નલીનીબેન વા/ઓ બાબુભાઈ છગનભાઈ કોટડીયા ધંધો ઘરકામ રહે.વસંત વાટીકા શેરી નંબર ૪ જામનગર
(૬) આશાબેન ડો/ઓ કેશુભાઈ જેસાભાઈ મોઢવાડિયા ધંધો ઘરકામ રહે.અંધાઆશ્રમ આવાસ જામનગર
(૭) આનંદબા વા/ઓ રાજેન્દ્રસિંહ જોરુભા ઝાલા ધંધો ઘરકામ રહે.મચ્છુનગર જામનગર
(૮) સતીબેન વા/ઓ હરીશભાઈ આલાભાઈ ચાવડા ધંધો ઘરકામ રહે. ગોકુલનગર જામનગર
આ કાર્યવાહી પો.ઈન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, નાનજીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામાં આવેલ છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
