<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાવના છે કે રાજ્ય અને દેશનો કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે : સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ‘બેક ટુ સ્કૂલ મિશન’ અંતર્ગત બનાસકાંઠાના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ : મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને આપ્યો આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનો મંત્ર : મુખ્યમંત્રી સાથેની વાતચીતથી ઉત્સાહ વધ્યો, હવે નિયમિત ભણીને મારા સપના સાકાર કરીશ: લાભાર્થી દીકરી સુહાની : શિક્ષણના મુખ્ય પ્રવાહથી વંચિત બાળકો માટે આશીર્વાદરૂપ બનતું રાજ્ય સરકારનું ‘બેક ટુ સ્કૂલ મિશન’ : રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામા 29 હજાર થી વધુ બાળકો નો પુનઃ શાળા પ્રવેશ 4:41 PM IST

ઉજ્જ્ડ જમીનો બનશે નવસાધ્ય : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનાં ગાંધીનગર 'હરિયાળી લોકસભા' પ્રોજેક્ટ હેઠળ મોટાપાયે સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વવાશે : વિવિધ પ્રજાતિનાં પશુ, પક્ષીઓ, પતંગિયા અને જંતુઓને આકર્ષતા સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વાવવાથી ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં એક ધબકતું નિવસનતંત્ર ઉભું થશે : શ્રી શાહ દ્વારા તેમના ગાંધીનગર હરિયાળી લોકસભા મતવિસ્તારમાં ચાલુ વર્ષે સવા કરોડ વૃક્ષો વાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને દેશમાં ગાંધીનગર લોકસભા વિસ્તારને મોડલ ‘હરિયાળી’ લોકસભા મતવિસ્તાર બનાવવાનો સંકલ્પ : વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં વિસ્તરણ10:14 AM IST

સાધુ વાસવાણી રોડ પરથી શ્રોફના બે ધંધાર્થીને ઉઠાવી કચેરીએ લઇ જઇ લાખોનો કડદો કરાયો? : બેંકમાંથી નીકળ્‍યા ત્‍યાં જ કાર લઇને અગાઉથી ઉભેલા બે ખાખી કર્મીએ બંનેને બેસાડી દીધા?: કચેરીમાં જીએસટી-ઇન્‍કમટેક્‍સના અધિકારીનો સ્‍વાંગ આ બ્રાંચના ખાખીઓએ જ રચ્‍યો અને ડરાવી ધમકાવી અગીયાર પેટી જેવી રકમ કટકટાવી જવા દેવાયાના આક્ષેપો : નનામી અરજીમાં મહત્‍વની બ્રાંચના અધિકારી સામે ખળભળાટ મચાવતાં આક્ષેપોઃ શ્રોફના ધંધાર્થીઓ લખે છે-અમારું જીવવું હરામ થઇ ગયું છે, ત્રણ કર્મચારીઓ ખાલી અમારી પાછળ જ પડયા છેઃ પહેલી તારીખના સાધુ વાસવાણી રોડની બેંકના કેમેરા ચેક કરાવવા પણ નનામી અરજીમાં માંગણીઃ જીએસટી-ઇન્‍કમટેક્‍સનો ગુનો હોય તો પોલીસ એમને શું કામ બોલાવતી નથી?: ઉચ્‍ચ અધિકારીઓએ તપાસ કરાવવી જરૂરી3:14 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST