તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
પોરબંદરમાં જાહેરમાં ધાસચારાનું વેચાણ બંધ કરાવવા મનપા ટીમે સમજાવટથી કામ લીધું
ઘાસચારો વેચનારાઓને કાયદાકીય માર્ગદર્શન અને જાહેર સ્થળોએ અડચણરૂપ નહી થવા જણાવ્યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા. ૧૧, મહાનગરપાલિકાના એનીમલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગ દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા ઇસમોને કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મનપા વિભાગના અધિકારી દિલાવરભાઈ સાટી અને તેમની ટીમે પોલીસના સહયોગથી જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા ઇસમોનો સંપર્ક કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. જાહેરમાં દ્યાસચારો વેચવાના કારણે થતી ગંદકી, ટ્રાફિકની સમસ્યા તેમજ રોડ અકસ્માતની સંભાવનાઓ અંગે વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા
જાહેર સ્થળોએ દ્યાસચારોનું વેચાણ નહીં કરવા સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિલાવરભાઈ સાટીએ નાગરિકોને અપીલ કરી હતી કે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓ ટાળી શકાય તે માટે જાહેર સ્થળોએ દ્યાસચારો વેચતા ઇસમો પાસેથી ઘાસચારો ખરીદવાનું ટાળે. ગાયોને ઘાસચારો ખવડાવવાની ભાવના હોય તેઓને ગૌશાળામાં જઈ દાન કે દ્યાસચારો અર્પણ કરી પુણ્યનું કાર્ય કરવા આગ્રહ વ્યક્ત કર્યો હતો.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
