News of Saturday, 11th July 2026
બાલસરની ૨ એકર જગ્યામાં પથરાયેલ ગૌશાળામાં ભવ્ય ગૌ તીર્થ અને પશુ હોસ્પિટલનું થશે નિર્માણ
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટનો ૧૦૦૦ થી વધુ ગૌવંશની સારવાર માટે દ્રઢ સંકલ્પ : નવનિર્મિત પશુ હોસ્પિટલમાં વેટરનરી ઓફીસર, લાઇફ સપોર્ટીંગ સીસ્ટમ, આઇ.સી.યુ. વોર્ડ, વિશાળ સેલ્ટર, હાઇડ્રોલીક એમ્બ્યુલન્સ સહીતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે : ઉપરાંત ગૌ સંસ્કળતિ મ્યુઝિયમ, ઓર્ગેનિક ફાર્મ, પંચગવ્ય સંશોધન કેન્દ્ર, ગૌ કેફ, ગૌથીમ પાર્ક પણ ડેવલપ કરાશે

રાજકોટ તા. ૧૦ : શ્રીરામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના બાલસર મુકામે ગૌપ્રેમી દાતા રણજીતસિંહ નટવરસિંહ જાડેજા (ગામ વાગુદડ)એ સેવા કાર્ય માટે વાપરવા આપેલ ર એકર જગ્યામાં પથરાયેલ ગૌશાળામાં હવે ભવ્ય દિવ્ય ગૌ તીર્થ સમાન પશુ હોસ્પિટલનું નિર્માણ થવા જઇ રહ્યુ છે.
આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે આ પ્રોજેક્ટનો હેતુ માત્ર ગાયોની સેવા પૂરતો નથી, પરંતુ નાના બાળકોથી લઈને વડીલો સુધીના દરેક વયજૂથને એક જ સ્થળે શિક્ષણ, સંસ્કાર, મનોરંજન, આધ્યાત્મિકતા અને પ્રકળતિનો અનોખો અનુભવ કરાવવાનો છે. ગૌતીર્થમાં દેશી ગાયોની વિવિધ જાતિઓનું પ્રદર્શન, ગૌ સંસ્કળતિ મ્યુઝિયમ, ડિજિટલ માહિતી કેન્દ્ર, ઓર્ગેનિક ફાર્મ, ગૌ આધારિત કુદરતી ખેતીના જીવંત પ્રયોગો, પંચગવ્ય સંશોધન કેન્દ્ર, બાળકો માટે ગૌ થીમ પાર્ક, મીની એનિમલ વિલેજ, નેચર ટ્રેઇલ, બળદગાડાની સફર, ગ્રામ્ય જીવનનો અનુભવ, ગૌ કેફે, પરંપરાગત ભોજન, ફોટો ઝોન તેમજ ગૌ રેસ્કયુ સેન્ટર અને આધુનિક પશુ હોસ્પિટલ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત બાળકો માટે પરંપરાગત ગ્રામ્ય રમતોની સાથે આધુનિક શહેરી રમતો અને મનોરંજન આધારિત પ્રવળત્તિઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રકારનું ગૌતીર્થ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નહીં રહે, પરંતુ શાળાઓ, કોલેજો, સંશોધકો, ખેડૂતો, પશુપાલકો અને પ્રવાસીઓ માટે એક જીવંત શૈક્ષણિક અને અનુભવ કેન્દ્ર બનશે.
વિશ્વના અનેક દેશોમાં ફાર્મ ટુરિઝમ, ઇકો ટુરિઝમ અને વાઇલ્ડલાઇફ ટુરિઝમ સફળતાપૂર્વક વિકસાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ભારતમાં કાઉ ટુરિઝમ એક નવી અને અનોખી પરિકલ્પના બનશે, જે ગૌસેવા, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામ વિકાસ અને સાંસ્કળતિક વારસાને નવી દિશા આપશે.
ગૌવંશ માટે ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ ગયું છે. જેમાં રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા ગૌવંશને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવશે. તેમ શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ઓમ છાયા, ભાવિનભાઈ રાવલ, ભરતસિંહ જાડેજા, રાજુભાઈ મોઢવાડિયા, એડવોકેટ યશ વૈષ્ણવે જણાવેલ.
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા/હોસ્પિટલની આધુનિકતા જોવામાં આવે તો ગૌશાળા/હોસ્પિટલનો મુખ્યદ્વાર, આધુનીક ઓફીસ, લેબોરેટરી, ઓ.પી.ડી. વિભાગ, આઈ.સી.યુ. વોર્ડ, અલગ-અલગ વોર્ડ, ગૌવંશ માટેનો મુખ્ય શેડ, ગોડાઉન (આર.સી.સી.) સાથે, સંસ્થામાં સેવા આપતા સર્વન્ટ માટે સુદર મજાના કવાર્ટર, પાણીનો ટાંકો, ગૌશાળા/હોસ્પિટલ ફરતે સુંદર મજાની કમ્પાઉન્ડ વોલ, બોરવેલ, સંપૂર્ણ ગૌશાળા/હોસ્પિટલ સી.સી.ટી.વી. કેમેરાથી સજજ વિગેરે આધુનીક સુવિધાઓ હશે. ગૌશાળા/હોસ્પિટલ જેમાં કુલ ૨૪,૮૦૦ સ્કેવર ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. તેમજ હાલમાં ૨ શેડનું બાંધકામ નિર્માણાધીન છે.
ગૌવંશની તબીબી સારવાર હેતુ આધુનીક સારવાર કેન્દ્ર ખાતે સુવિધાઓ જોઈએ તો નિરાધાર તથા માલિક વિહોણા અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર, આધુનિક ઓપરેશન થીયેટ૨, એકસ-રે તથા લેબોરેટરીની હાઈટેક સુવિધાઓ, વજનદાર પશુઓને ઉચકવા માટે ૨ હાઈડ્રોલીક એમ્બ્યુલન્સની સુવિધા ૩૬૫ દિવસ ૨૪ કલાક ચાલુ છે, વેટરનરી ઓફીસર, એલ.આઈ. તથા લેબર સ્ટાફથી સુસજજ સુવિધાઓ/સેવાઓ, આધુનિક આઈ.સી.યુ. વોર્ડ, રીકવરી વોર્ડ, વિશાળ ગોડાઉન, આજીવન બિમારીથી પીડાતા અબોલ જીવો માટે શેલ્ટરની સુવિધા, લાઈફ સર્પોટિંગ સીસ્ટમ, ૨૪ કલાક એમ્બ્યુલન્સ હેલ્પલાઈનની સુવિધા, હાઈવે પર ઘાયલ થતાં ગૌવંશ માટે સ્થળ પર સારવાર તથા હોસ્પિટલ સુધી લઈ જવાની સુવિધાઓ વિગેરે શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા કરવામાં આવે છે.
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બારેમાસ ચાલતી સેવાકીય પ્રવૃતિઓમાં નિરાધાર વડીલો માટે નિઃશુલ્ક ટિફિન સેવા, ચાલે છે. સંસ્થા દ્વારા હેલ્પલાઇન નંબર ૭૦૧૬૦ ૪૧૩૨૯ છે. ટિફિન સેવા ઉપરાંત હાલમાં રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર, શ્રદ્ધા હોસ્પિટલની નીચે, ઇન્દિરા સર્કલ ખાતે નિઃશુલ્ક ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈપણ નાતજાતના ભેદભાવ વગર નિરાધાર, નિઃસહાય, આર્થિક અસક્ષમ ૨૭૩ વડીલોને દરરોજ બે ટાઇમ સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવે છે. શ્વાનો માટે અખંડ હરતું- ફરતું ઍક્ષેત્ર ચલાવવામાં આવે છે. ચકલી બચાવો અભિયાન અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં બર્ડ ફીડર લગાવી તેમાં કાંગ ચણ તરીકે મુકવામાં આવે છે. મહિનામાં અંદાજિત ૬૦૦ કિલો એટલે કે દૈનિક ૨૦ કિલો જેટલી કાંગ ઉપયોગમાં લેવાય છે. એજ રીતે ખિસકોલીઓને મકાઈની સેવા અને કિડીઓ માટે કિડીયારાની સેવા ચાલે છે.
અત્રે ઉલેખનીય છે કે, દર વર્ષે અંદાજીત ૫૦૦૦ આસપાસ કુંડા, માળા, બર્ડ ફીડર લગાડી તેમા નિયમિત પાણી ભરી સાફ સફાઈ કરી રહયાં છે, ગાયો અને શ્વાનો માટે પાણીની કુંડી તથા અવેડા ટાઇપ મોટી કુંડી મૂકી નિયમીત સાફસફાઈ રાખી તેમા ૫૦૦૦ લીટરના પાણીના ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે.
આ સમગ્ર સેવા અભિયાન માટે શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટમાં સંસ્થાના ટ્રસ્ટીઓ ઓમભાઈ રાજેશભાઈ છાયા (મો. ૯૯૭૯૧ ૧૯૧૨૩), ભાવિનભાઈ વાસુદેવભાઈ રાવલ, ભરતસિંહ રણજીતસિંહ જાડેજા, રાજુભાઈ મોઢવાડિયા, એડવોકેટ યશ વૈષ્ણવ સહિતના કાર્યરત છે.
તસ્વીરમાં પત્રકાર પરિષદને સંબોધતા ઓમભાઇ છાયા અને યશભાઇ વૈષ્ણવ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:23 PM IST)










