<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

શાપર-વેરાવળ પોલીસે પ્રકાશ ઉર્ફે પકો પરમારને દેશી પિસ્‍તોલ સાથે ઝડપી લીધો

તસ્‍વીરમાં  પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે શાપર-વેરાવળ પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧ :.. શાપર-વેરાવળ પોલીસે ગેરકાયદે દેશી પિસ્‍તોલ સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા ગે. કા. રીતે હથીયાર રાખતા તેમજ હથીયાર વેચનાર ઇસમો ઉપર વોચ રાખી કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અન્‍વયે શાપર-વેરાવળ પોલીસે (૧) પ્રકાશ ઉર્ફે પકકો ર૧ર૧ રણછોડભાઇ પરમાર, (ઉ.૩૧) ધંધો મજૂરી, રહે. પારડી શીતળા મંદિર ક્રિષ્‍ના પાર્ક સોસાયટી શેરી નં. ૧ તા. લોધીકા મુળ રહે. સેખપરગામ તા. મુળી જી. સુરેન્‍દ્રનગરને દેશી બનાવટની પીસ્‍ટલ નંગ ૧ રૂા. ૧૦,૦૦ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ પ્રકાશ ઉર્ફે પકકાએ આ હથિયાર કયાંથી કોની પાસેથી લીધું ? તે અંગે તેની પુછતાછ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહી શાપર (વે.) પો. સ્‍ટે.ના આર. બી. રાણા, એએસઆઇ ડી. આર. સરવૈયા, એચસી દિનેશભાઇ ખાટરીયા, એચસી જગદીશભાઇ ઝાલા, પીસી લખધીરસિંહ જાડેજા, પીસી રાજદીપસિંહ જાડેજા પીસી મનસુખભાઇ ચૌહાણ, પી.સી. દિવ્‍યેશભાઇ શામળા નાઓ દ્વારા કરવામાં આવેલ છે. 

(11:36 AM IST)