<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

સુરતના બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં રખડતા શ્વાનોએ એક બકરીનો શિકાર કરતાં સ્થાનિકોમાં ભારે રોષ અને ફફડાટ

વિસ્તારમાં વધતા રખડતા શ્વાનોના ત્રાસને કારણે રહેવાસીઓએ બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા

સુરતના બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં રખડતા શ્વાનોએ એક બકરીનો શિકાર કરતાં સ્થાનિકોમાં ભારે ભય અને રોષનો માહોલ સર્જાયો છે. વિસ્તારમાં વધતા રખડતા શ્વાનોના ત્રાસને કારણે રહેવાસીઓએ બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિકોએ તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે અને રખડતા શ્વાનોને પકડવા તેમજ વિસ્તારમાં કાયમી ઉકેલ લાવવા માટે અસરકારક પગલાં ભરવાની અપીલ કરી છે.

(1:47 PM IST)