News of Saturday, 11th July 2026
પોરબંદરમાં જન સુવિધાને વધુ અસરકારક બનાવવા અર્જુનભાઇ મોઢવાડિયાની સૂચના
કેબીનેટ મંત્રી અર્જુનભાઇએ જન સેવા કેન્દ્રની મુલાકાત લીધીઃ કામગીરીની સમીક્ષા કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧: વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની જન સેવા કેન્દ્રની મુલાકાત લઇને જનસુવિધાઓ વધુ સરળ અને અસરકારક બને તે માટે કામગીરીનું નિરીક્ષણ કરી કર્યા જરૂરી સૂચનો આપ્યા હતાં. અર્જુનભાઇએ જન સુવિધાને વધુ અસરકારક બનાવવા જવાબદારોને સૂચના આપી હતી.
મંત્રીશ્રી અર્જુનભાઇએ કેન્દ્ર ખાતે હાજર વકીલો, નોટરીઓ તેમજ અરજદારો સાથે સીધો સંવાદ સાધી સેવાઓ અંગેના તેમના અનુભવો અને સૂચનો જાણ્યા હતા. મંત્રીશ્રી અર્જુનભાઇએ આવક દાખલા, જાતિ દાખલા, ડોમિસાઇલ સર્ટિફિકેટ સહિત વિવિધ સરકારી સેવાઓ કેવી રીતે ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેની માહિતી મેળવી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ નાગરિકોને સમયસર, પારદર્શક અને સુવિધાજનક સેવાઓ મળી રહે તે માટે જરૂરી સુવિધાઓ વધારવા તેમજ કામગીરીને વધુ અસરકારક બનાવવા સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા. સાથે જ વકીલો અને અરજદારો દ્વારા આપવામાં આવેલા સૂચનોને પણ ધ્યાનપૂર્વક સાંભળી તેના પર જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
અર્જુનભાઇની આ મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના મેયર સાગરભાઇ મોદી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા, અગ્રણી રમેશભાઈ પટેલ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
