<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

જંગલેશ્વર રાધાકૃષ્‍ણનગરમાં ઘરમાં થયેલી ચોરી એક સગીરે કરી હતીઃ ભેદ ખુલ્‍યો

ભક્‍તિનગર પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ એસ. એચ. ગોહિલની ટીમે દાગીના સાથે આરોપીને પકડી લીધોઃ પ્રકાશભાઇ, રવિભાઇ, યુવરાજસિંહની બાતમી : મહિલાએ મજુરી કરીને દિકરાની સગાઇ માટે દાગીના-રોકડ ભેગા કર્યા'તા : દેવપરા પાસે દાગીના વેંચવા આવતાં પકડાયોઃ ૧૫ વર્ષના સગીરે રોકડ રકમ મોજશોખમાં વાપરી નાંખ્‍યાનું રટણ

રાજકોટતા. ૧૧: જંગલેશ્વરના રાધાકૃષ્‍ણનગર-૧૩માં થયેલી ઘરફોડ ચોરીનો ગુનો ભક્‍તિનગર પોલીસે ઉકેલી એક સગીરને પકડી સોનાનો ચેઇન, સનાોની બુટી, વીંટી, ઓમકાર, ચાંદીના સાંકળા સહિતનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ જંગલેશ્વરના રાધાકૃષ્‍ણનગરમાં રહેતાં હંસાબેન કમલેશભાઇ કુંવરીયા નામના મહિલા તા. ૨/૭ના રોજ કામે ગયા હતાં અને તેમનો દિકરો અને દિકરી પણ કામે ગયા હોઇ રેઢા મકાનમાંથી ચોરી થઇ ગઇ હતી. તસ્‍કર પાછળના ભાગે અગાસી પરથી થઇ ઘરમાં પ્રવેશી રસોડાની બારી પાસે રાખેલી ચાવી શોધી લોકો ખોલી અંદર ઘુસી કબાટમાંથી રોકડ-દાગીના મળી રૂા. ૧,૩૫,૧૭૪ની માલમત્તા ચોરી ગયો હતો. આ ગુનાનો ભેદ ડી. સ્‍ટાફના પ્રકાશભાઇ મકવાણા, રવિભાઇ રત્‍નુ, યુવરાજસિંહ જાદવની બાતમી પરથી ઉકેલાયો છે. દેવપરા તરફના રસ્‍તા પર એક સગીર સોનાના દાગીના વેંચવા આવ્‍યાની માહિતી પરથી તેને સકંજામાં લેવાયો હતો.

આ સગીરની પુછતાછ કરતાં તેણે ગલ્લા તલ્લા કર્યા બાદ આખરે રાધાકૃષ્‍ણનગરના મકાનમાં ચોરી કરી હોવાનું કબુલ્‍યું હતું. તેની પાસેથી ચેઇન, બુટી, વીંટી, ઓમકાર, ચાંદીના સાંકળા કબ્‍જે કરાયા હતાં. રોકડ રકમ મોજશોખમાં વાપરી નાંખ્‍યાનું આ પંદર વર્ષના સગીરે રટણ કર્યુ હતું. ફરિયાદી મહિલાએ પોતાના દિકરાના સગાઇ પ્રસંગ માટે મજુરી કરીને રોકડ, દાગીના એકઠા કર્યા હતાં. તેની ચોરી થઇ જતાં ચિંતામાં મુકાઇ ગયા હતાં. પોલીસ તેમને દાગીના ઝડપથી પરત મળે તે માટે કાર્યવાહી કરશે.

ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલ, વી. એલ. રાઠોડ, કોન્‍સ. પ્રકાશભાઇ મકવાણા, રવિભાઇ રત્‍નુ, યુવરાજસિંહ જાદવ, અમીનભાઇ કરગથરા અને સર્વેલન્‍સ સ્‍ટાફે આ કામગીરી કરી છે. 

(3:26 PM IST)