News of Saturday, 11th July 2026
પંન્યાસ શ્રી ગીતાર્થરત્ન : મ.સા. પંન્યાસ શ્રી હીતાર્થરત્ન : મ.સા. આદિ દ્વારા કાલે વ્યાખ્યાન
એટલાન્ટિસ હિલ્સ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે : ‘કલ કરે સો આજ કર' વિષય ઉપર સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ આયોજન

રાજકોટઃ પરમ પૂજ્ય જયશેખર મ.સા. ગુરુ ભ.ની પ્રેરણાથી એટલાન્ટિસ હિલ્સ સોસાયટી, શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, રૈયાધાર રોડ ખાતે પંન્યાસ શ્રી ગીતાર્થરત્ન વિજયજી મ.સા. પંન્યાસ શ્રી હીતાર્થરત્ન વિજયજી મ.સા. આદિ ઠાણા દ્વારા રવિવારે તા.૧૨ના સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન ‘કલ કરે સો આજ કર' વિષય ઉપર વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવેલ છે. પધારનાર ભાવિકોને પ્રભાવના આપવામાં આવશે.
આ ધાર્મિક કાર્ય માટે વિમલભાઈ વોરા (૮૮૪૯૪૨૭૭૯૨), ભરતભાઈ મહેતા (૯૮૨૪૪૪૯૮૯૪), પાર્થભાઈ વોરા, ધવલભાઈ મહેતા, પરિનભાઈ પારેખ , કિર્તીભાઈ શાહ, નિશાંતભાઈ વોરા, પરાગભાઈ દોશી, હેનીલભાઈ કોઠારી, બીમલભાઈ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વિપુલભાઈ દોશી, મહેશભાઈ મણીયાર, નીતેશભાઇ શાહ, ચિરાગભાઈ મહેતા, દિલેશભાઈ શાહ, પંકજભાઈ મડિયા, દીપકભાઈ શેઠ, કપિલભાઈ જસાણી એ અનુમોદના પાઠવેલ છે.
(2:27 PM IST)










