<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

જામજોધપુરના ધ્રાફામાં ૧૭ વર્ષીય કિશોરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

પોતાના રહેણાંક મકાનમાં સાડી વડે ગળાફાંસો ખાધોઃ શેઠવડાળા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે ૧૭ વર્ષ ના સગીરે અગમ્‍ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં સાડી વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ મામલે શેઠ વડાળા પોલીસે ડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

પોલીસની વિગતો મુજબ, ધ્રાફા ગામે રહેતા જતીનભાઈ જીવાભાઈ પરમાર (ઉ.વ.૧૭ વર્ષ ૧૧ માસ), ધંધે મજૂરી, તા.૧૦ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્‍યાથી સાંજે ૬ વાગ્‍યાની વચ્‍ચે કોઈપણ સમયે પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મળત્‍યુ થયું હતું.

આ બનાવ અંગે મળતકના પિતા જીવાભાઈ ભીમાભાઈ પરમારે શેઠવડાળા પોલીસને જાણ કરતાં પોલીસે બી.એન. એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ અકસ્‍માતે મળત્‍યુની નોંધ કરી તપાસ શરુ કરી છે. હાલ પોલીસે મળત્‍યુનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. 

(11:00 AM IST)