તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
રાજકોટ ગ્રામ્ય એસ.પી. વિરૂધ્ધ આક્ષેપ કરનાર જામકંડોરણાનો પોલીસ કર્મચારી સસ્પેન્ડ
અગાઉ આપ પાર્ટીમાં જોડાવવાની જાહેરાત કરી રાજુનામુ આપ્યુ'તુઃ રાજીનામુ મંજુર ન થતા ગઇકાલે એસ.પી. વિરૂધ્ધ આક્ષેપ કરતા શિસ્તભંગ સબબ સસ્પેન્ડ

રાજકોટ તા.૧૧: પોલીસ ખાતામાંથી રાજીનામુ મંજુર કરવા સબબ રાજકોટ જીલ્લા પોલીસવડા સામે આક્ષેપ કરનાર જામનકંડોરણાના પોલીસ કર્મચારીને શિસ્તભંગ સબબ જીલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામકંડોરણાના પોલીસ કર્મચારી સાગર ઝાપડિયા દ્વારા પોલીસ વિભાગની શિસ્તનો ભંગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આ પગલું લેવાયું છે. એટલું જ નહીં, સસ્પેન્શનના ગાળા દરમિયાન સાગર ઝાપડિયા સામે નિયમ ભંગના અન્ય કેસોમાં વધુ એક ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મચારી સાગર ઝાપડિયાએ સાત મહિના પહેલા આપ પાર્ટીમાં જોડાવવાની જાહેરાત કરી પોલીસ વિભાગમાંથી મુક્ત થવા માટે રાજીનામું આપી દીધું હતું, પરંતુ હજુ સુધી તે સ્વીકારાયું નથી. ગઇકાલે પોલીસ કર્મચારી સાગર ઝાપડીયાએ તેનું રાજીનામુ મંજુર ન કરવા અંગે એસ.પી. સામે મીડીયા સમક્ષ ગંભીર આક્ષેપ કર્યા હતા અને તેને આટકોટથી બદલી ૧૦૦ કિ.મી. દૂર જામકંડોરણા બદલી કરાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.
(3:26 PM IST)










