તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ શનિવારે જનતાને બે બ્રિજની ભેટ આપશે

(હિતેશ ગોસાઈ-હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા.૧૧: જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી શનિવારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બે નવા બ્રિજની ભેટ આપશે ફકત એક વર્ષમાં જસદણ શહેરમાં સાતેય વોર્ડમાં વિકાસ કરનારા જીતેન્દ્રભાઈ શનિવારે નાગરિકોને બે નવા બ્રિજની ભેટ આપશે આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે તા.૧૧ને શનિવારે ડાયનેમિક ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે હુડકો અને જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બે નવા બ્રિજનું લોકાર્પણ કરશે જેમાં રાજકોટ ઝોન નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર કેતન જોષી ખાસ ઉપસ્થિત રહેશે ખાસ કરીને આ પુલના નિર્માણથી નાગરિકોને જબરજસ્ત સવલત મળશે અંતમા વિજયભાઈ રાઠોડએ જસદણના વિકાસ કાર્ય માટે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી, સભ્યો અને રાજ્યની ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
