News of Saturday, 11th July 2026
બુધવારે ડાકોર સ્થિત શ્રી રણછોડજી મંદિરમાં 254મી રથયાત્રા: તડામાર તૈયારીઓ :
જાણો રથયાત્રાનો રૂટ, દર્શનનો સમય, મંગળા આરતી, રથ પરિક્રમા અને સમગ્ર કાર્યક્રમની સંપૂર્ણ માહિતી

ખેડા જિલ્લામાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ ડાકોર ખાતે શ્રી રણછોડજી મંદિરમાં આગામી 15 જુલાઈના રોજ 254મી રથયાત્રા નીકળવાની છે. જેને લઈને મંદિર સંચાલક મંડળ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. આ પાવન અવસર પર મંદિર કમિટીએ સેવક આગેવાનો સાથે બેઠકનું આયોજન કરીને રથયાત્રાના દિવસનો દર્શનનો સમય નિર્ધારિત કર્યો છે. રથયાત્રાના દિવસે સવારે 6 વાગ્યાથી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી જશે.
રથયાત્રાના દિવસે સવારે 6 વાગ્યે રોજ મંદિર ભક્તો માટે ખુલી જશે.
- 6.15 વાગ્યાના ગાળામાં શ્રીજી મહારાજની મંગળા આરતી ઉતારવામાં આવશે.
- પ્રભુની મંગળા આરતી કરી લીધા બાદ તેમને ત્રણ ભોગ અને મહાભોગ અર્પણ કરવામાં આવશે,
- સવારે 9 વાગ્યાના અરસામાં મંદિરની પરિક્રમા માર્ગમાં ગોપાલલાલજી મહારાજનું રથમાં વિરાજીત કરાશે.
ગોપાલલાલજી મહારાજને ચાંદી અને પિત્તળના રથમાં વારાફરતી વિરાજમાન કરાવીને તેમને મંદિર પરિસરમાં 11 વખત પરિક્રમા કરાવવામાં આવશે, ઉપરાંત આ રથોને મંદિર બહાર પ્રસ્થાન કરાવીને નિર્ધારિત માર્ગો પર આગળ વધારાશે. આ રથયાત્રામાં વિવિધ ભજનમંડળીઓ સહિત હજારોની સંખ્યામાં ભક્તોની મોટી ભીડ જોડાશે.
સંપૂર્ણ રથયાત્રાના રુટ પર 15 બેઠકો પર રથયાત્રા રોકાણ કરશે, જ્યાં પ્રભુજીની પૂજા-આરતી કરવામાં આવશે, ભક્તો તેમને પ્રેમ પૂર્વક ભોગ ધરાવશે. વૈષ્ણવો ભગવાનની પૂજા કરી શકે માટે રથયાત્રાના રુટ પર રથને ઉભો પણ રાખવામાં આવશે. આમ સવારના 9 વાગ્યે પ્રસ્થાન કરેલી રથયાત્રા રાત્રિના 8થી 8:30ના સમયગાળામાં મંદિરમાં પરત ફરશે. પ્રભુજીની રથયાત્રા પ્રસ્થાન કરે ત્યાંથી લઈને મંદિર પરત ફરે ત્યાં સુધી મંદિરના દ્વાર ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
