News of Saturday, 11th July 2026
ગુજરાતમાં ૬ માસમાં ૧.૧૦ લાખથી વધુને રોડ એક્સિડેન્ટમાં ઈજા
પ્રતિ કલાકે ૨૫ લોકો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત : સૌથી વધુ રોડ એક્સિડેન્ટમાં અમદાવાદ મોખરેઃ ઓવરસ્પીડ, ડ્રાઇવિંગ વખતે મોબાઇલના ઉપયોગથી કેસનો ગ્રાફ વધ્યો

નવી દિલ્હી,તા.૧૧: ગુજરાતમાં રોડ એક્સિડેન્ટના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૬ મહિનામાં જ રોડ એક્સિડેન્ટમાં ૧.૧૦ લાખને રોડ એક્સિડેન્ટમાં ઈજા થયેલી છે. આમ, પ્રતિ કલાકે ૨૫ વ્યક્તિ રોડ એક્સિડેન્ટમાં ઈજાગ્રસ્ત થાય છે. ગયા વર્ષના પ્રથમ ૬ માસની સરખામણીએ રોડ એક્સિડેન્ટથી થતી ઈજાના કેસમાં ૨૮.૩૦ ટકાનો વધારો થયો છે.
ઈમરજન્સી સેવા '૧૦૮' પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સૌથી વધુ અકસ્માત થયો હોય તેવા જિલ્લામાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં આ વર્ષે ૬ મહિનામાં ૧૬૬૬૭ અકસ્માત થયેલા છે. આ સ્થિતિમાં અમદાવાદમાં દરરોજ સરેરાશ ૯૨ લોકો માર્ક અકસ્માતમાં ઘવાયા છે. ગયા વર્ષે અમદાવાદમાં પ્રથમ મહિનામાં ૧૩૯૬૦ લોકો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. આમ, ગયા વર્ષની સરખામણીએ માર્ગ અકસ્માતથી ઘાયલોના પ્રમાણમાં ૧૯ ટકાનો વધારો થયો છે. સૌથી વધુ અકસ્માતમાં સુરત જિલ્લો બીજા, વડોદરા ત્રીજા, રાજકોટ ચોથા અને કચ્છ પાંચમાં સ્થાને છે. કચ્છમાં ગયા વર્ષની સરખામણીએ રોડ એક્સિડેન્ટથી થતી ઈજાના કેસમાં ૫૩ ટકાનો વધારો થયો છે.
કયા જિલ્લામાં અકસ્માતના વધારે કેસ?
જિલ્લો ૨૦૨૫ ૨૦૨૬ વધારો
અમદાવાદ ૧૩૯૬૦ ૧૬૬૬૭ ૧૮.૩૯%
સુરત ૯૨૮૧ ૧૦૯૯૪ ૧૮.૪૬%
વડોદરા ૫૮૫૬ ૬૭૧૨ ૧૪.૬૨%
રાજકોટ ૪૩૮૩ ૫૪૧૧ ૨૩.૪૫%
કચ્છ ૨૬૦૧ ૩૯૯૫ ૫૩.૫૯%
વલસાડ ૨૯૮૩ ૩૯૩૩ ૩૧.૮૫%
ગાંધીનગર ૩૦૧૨ ૩૮૬૧ ૨૮.૧૯%
દાહોદ ૨૬૭૮ ૩૭૪૩ ૩૯.૭૭%
આણંદ ૨૪૩૨ ૩૨૧૮ ૩૨.૩૨%
(જાન્યુઆરીથી જૂન સુધીના આંકડા.)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
