News of Saturday, 11th July 2026
અમરેલીના ચીતલમાં હત્યા કેસમાં જામીન પર છુટેલા યુવાન પર છરીથી હુમલોઃ ફાયરીંગ પણ થયાનો આક્ષેપ
ઉદય પંડયા સહિતનાએ ટીફીન લેવા જઇ રહેલા સત્યદિપસિંહને કારથી આંતરી હુમલો કર્યોઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૧: અમરેલીના ચિતલ ગામમાં રહેતાં અને અગાઉના હત્યા કેસમાં હાલ જામીન પર મુક્ત થયેલા યુવાનના ટુવ્હીલરને કારથી આંતરી તેના પર છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવામાં આવતાં સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. અગાઉના હત્યા કેસના મનદુઃખનો ખાર રાખી જેની હત્યા થઇ હતી તેના દિકરાએ તેના મિત્રો સાથે મળી આ હુમલો કર્યાનો આક્ષેપ કરાયો હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે.ચિતલમાં રહેતાં સત્યદિપસિંહ પદુભા સરવૈયા (ઉ.વ.૩૫) નામના યુાવન રાતે નવેક વાગ્યે પોતાના માતા બિમાર હોઇ ઘરે રસોઇ બની ન હોઇ ટુવ્હીલર હંકારી ટીફીન લેવા માટે જતાં હતાં ત્યારે ગામમાં રોડ પર અચાનક ઉદય પંડયા સહિતના કાર લઇને આવ્યા હતાં અને સત્યદિપસિંહને ઉભા રાખી ઝઘડો કરી છરીથના ઘા ઝીંકી દેતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી.
સત્યદિપસિંહ ખેત મજુરી કરે છે અને બે ભાઇમાં મોટા તથા અપરિણીત છે. તેના સગાએ કહ્યું હતું કે અગાઉ કુટુંબની દિકરી ભગાડી જવા મામાલે ચિતલના રાજેશભાઇ પંડયાની હત્યા થઇ હતી. આ કેસમાં સત્યદિપસિંહ જેલમાં ગયા બાદ ૨૦૨૩માં અપીલ જામીન પર છુટેલ છે. આ બનાવ પછી રાજેશભાઇના દિકરા ઉદય પંડયા સાથે તેમને મનદુઃખ ચાલે છે. રાતે સત્યદિપસિંહ ટીફીન લેવા જતાં હતાં ત્યારે આંતરીને હુમલો કરાયો હતો. હવામાં ફાયરીંગ કરવામાં આવ્યાનો પણ આક્ષેપ કરાયો હોઇ અમરેલી રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
