News of Saturday, 11th July 2026
સાવરકુંડલાના મુસ્લિમ યુવા અગ્રણી અને એન્જિનિયર અકીબ ગોરીનો જન્મદિન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૧: સાવરકુંડલા પીર સરકાર સૈયદ દાદાબાપુ ર. અ. ના વ્યસન મુક્તિ અભિયાન કમિટી ના સભ્ય ઇબ્રાહીમભાઇ ગોરી ને ત્યાં તા. ૧૧.૭.૧૯૯૭.ના રોજ જન્મ લેનાર અકીબ ગોરી નો આજે જન્મદિન છે. અત્યંગ ગરીબ પરંતુ ઘણો સંઘર્ષ કરી આજે રાજકોટ ખાતે ની સૌરાટ્ર અગ્રણી આત્મીય કોલેજ માં મિકેનિકલ એજનીનિયર ડિગ્રી પ્રાપ્ત કરી કચ્છ ની અદાણી કપની માં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે પીર સૈયદ દાદાબાપુ કાદરી ર. અ. ની દુઆ થી અકીબ ગોરી શિક્ષણ સહિત સેવાકીય અને બિઝનેસ ક્ષેત્રે અનુભવ સાથે આગળ વધેલ છે ઇબ્રાહિમ ગોરી ના નકશે કદમ પર ચાલનાર અકીબ ગોરી નાની ઉંમર માં સબર અને ધીરજ રાખી આજે ખુશી નું ફળ ખાઈ રહ્યો છે અકીબ ગોરી શિક્ષણ ક્ષેત્રે સારો દેખાવ કરવા બદલ હાસ્ય કલાકાર શાબુદિન રાઠોડ. ગુજરાત મહિલા માનવ અધિકાર પંચ ના અધ્યક્ષ શહેનાઝ બેન બાબી નઇમ મિર્ઝા જેવા મહાનુભાવો ના હસ્તે સન્માનિત થયેલ છે લોકો ના સુખ દુઃખ માં ઉપયોગી બની સત્ય ના માર્ગે ચાલવું અને તેમનો અંગત સ્વાર્થ અને તેમની સભાવ રહ્યો છે તેમના જન્મ દિવસ નિમિતે સગા સબંધી મિત્ર વર્તુળો શુભેચ્છા આપવા આતુર બન્યા છે તેમનો (મા.નં. ૯૬૦૧૭ ૭૪૭૦૨)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
