તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 11th July 2026
ગેમઝોન અગ્નિકાંડના દોષીતોને ડીસમીસનું પગલુ આવકારદાયીઃ કોંગ્રેસ આગેવાનો

રાજકોટ, તા.૧૧: શહેર કોંગ્રેસ મહામંત્રી, મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, સિનિયર કોંગ્રેસ અગ્રણી પટેલ નાગજીભાઈ વિરાણી, જેન્તીભાઈ હિરપરાની સંયુક્ત યાદી જણાવે છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટ અધિકારીઓ બેકાબુ બન્યા છે તેનું જીવતું જાગતું ઉદાહરણ ગેમઝોન અગ્નિકાંડની ઘટના છે.
અગ્નિકાંડના દોષિત પદાધિકારીઓ કે અધિકારી જે કોઈ હોય તેને દાખલા રૂપ અને કડક સજા મળવી જોઈએ તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠી હતી. અને રાજકોટ આ ઘટનાના પગલે સ્વયંભૂ જડબેસલાક બંધ રહ્યું હતું. જેના પગલે હાઇકોર્ટ માંથી બરતરફ કરાયેલા અડધો ડઝન મહાનગરપાલિકાના કર્મચારી ને ડિસમીસ કરવાની ઘટના અને ભવિષ્યમાં સરકારી નોકરી માટે ગેરલાયક ઠરે એ પ્રકારે બરતરફની શિક્ષાને અભિનંદન સાથે આવકારદાયી હોવાનું શ્રી આસવાણી, શ્રી ઝાલા, શ્રી વિરાણી અને શ્રી હિરપરાએ જણાવ્યુ છે.
(3:02 PM IST)










