તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
કાંગશીયાળી કોરાટ ચોકમાં રહેતાં વનિતાબેન ટાંકનો બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત

રાજકોટ તા. ૧૧: શાપર તાબેના કાંગશીયાળીમાં કોરાટ ચોકમાં આવેલી સોસાયટીમાં રહેતાં મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ કોરાટ ચોક પાસે કલ્પવન સોસાયટી એટલાન્ટીક હાઇટ્સ ખાતે રહેતાં વનીતાબેન ચંદુભાઇ ટાંક (ઉ.વ.૫૭) ગઇકાલે ઝેરી દવા પી જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતું તેમનું મૃત્યુ થતાં શાપર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ વનીતાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરો પ્રાઇવેટ નોકરી કરે છે. તેમના પતિ હયાત નથી. વનિતાબેનને કમરના દુઃખાવાની અને ડાયાબીટીશ સહિતની બિમારી હોઇ સારવાર કરાવવા છતાં ફરક પડતો ન હોવાથી કંટાળીને આ પગલુ ભરી લીધાનું ખુલ્યું હતું.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
