તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
જામનગરમાં વરુણદેવને રિઝવવા 7000 જેટલા લાડુનુ ગૌમાતાને વિતરણ : મજૂરો માટે બુંદીના લાડુનું વિતરણ : જામનગરમાં વરુણદેવને રિઝવવા માટે ધી સિડ્સ એન્ડ ગ્રેન્ડ મર્ચન્ટ એસોસિયેશન દ્વારા 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ, 150 કિલો તેલ અને 80 કિલો ચણાના લોટથી ગાયો માટે 7000 જેટલા લાડવા બનાવવામાં આવ્યા છે જે જામનગર શહેરની વિવિધ ગૌશાળામાં અને ગૌધનને ખવડાવવામાં આવશે. આ ઉપરાંત મજૂરી કરતા મજૂરો માટે પણ બુંદીના લાડુનું વિતરણ કરવા માટે બુંદીના લાડુ પણ બનાવવામાં આવ્યા છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
