News of Saturday, 11th July 2026
રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી બિહારનો રાહુલ ૯૯ હજારના ગાંજા સાથે ઝડપાયો
જામનગર કામ શોધવા જતો હતોઃ કામ ન મળે તો ગાંજો વેંચી ગુજરાન ચલાવવું હોવાથી સાથે લીધાનું રટણઃ પીઆઇ એચ. એમ. રાણા, પીએસઆઇ જે. એમ. પરમાર અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૧: પヘમિ રેલ્વે એલસીબી અનેરાજકોટ રેલ્વે પોલીસની સર્વેલન્સ સ્ક્વોડની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧/બી પર જામનગર તરફના છેડા પાસેથી ગોઠવીને બિહારના એક શખ્સને રૂા. ૯૯,૦૦૦ની કિંમતના ૧.૯૮૦ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી લીધો છે. પોલીસે ગાંજો, મોબાઈલ ફોન સહિત કુલ ૧,૧૪,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ શખ્સ બિહારથી ગાંજો લઇ જામનગર તરફ જતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
જાણવા મળ્યા મુજબ પヘમિ રેલ્વે એલસીબીના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ મોહબતસિંહ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ રાઘવભાઈને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક ૨૫ વર્ષીય શખ્સ કાળા કલરનું ગંજી અને પેન્ટ પહેરીને પોતાની પાસે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને કોઈને ડીલેવરી કરવા માટે રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧/બી પર ઊભો છે.
બાતમી મળતા જ રેલ્વે પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અમદાવાદ કેમ્પ-રાજકોટ અને સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડયો હતો. પોલીસ ટીમે બાતમીવાળા સ્થળે પહોંચીને વર્ણન આધારિત શખ્સને કોર્ડન કરી લીધો હતો. પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સે પોતાનું નામ રાહુલકુમાર અર્જુનભાઇ મંડલ (ઉ.વ. ૨૫, રહે. મૂળ ગામ ગઢીયા, વોર્ડ નં. ૧૫, પો./તા.જીલ્લો ડુંમરી, પો.સ્ટે. ભપટીયાહી, જી. સુપૌલ, રાજ્ય બિહાર) હોવાનું જણાવ્યું હતું.
એફએસએલ અધિકારીની હાજરીમાં તેની પાસે રહેલી આસમાની બ્લુ કલરની કોલેજ બેગની તલાશી લેતા, તેમાંથી પીળા, કાળા અને સફેદ કલરની સેલોટેપથી પ્લાસ્ટિકમાં વીંટાળેલું પડીકું મળી આવ્યું હતું. એફએસએલના સ્થળ પરિક્ષણ દરમિયાન આ વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું.
રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે લાવીને ઈલેક્ટ્રિક વજન કાંટા પર તોલ કરતા ૧.૯૮૦ કિલોગ્રામ ચોખ્ખો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂા. ૯૯,૦૦૦ આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી ૧૫,૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન, દરભંગાથી જામનગરની રેલ્વે મુસાફરી ટિકિટ, બ્લુ કલરની બેગ મળી કુલ ૧,૧૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાહુલકુમારે કબુલાત કરી હતી કે આ ગાંજાનો જથ્થો તેણે પોતાના વતનના પાડોશી પાસેથી મેળવ્યો હતો. પોતે પહેલી જ વખત જામનગર કામની શોધમાં જતો હોઇ જો કામધંધો ન મળે તો ગાંજો વેંચી રૂપિયા મેળવાનો ઇરાદો હતો. વિશેષ તપાસ માટે રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રેલ્વેના પોલીસ વડા કે. એન. ડામરો, અધિક્ષક યશપાલ જગાણીયાની સુચના અને એલસીબી અમદાવાદ પીઆઇ જે. આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ તેમજ રાજકોટ રેલ્વે પીઆઇ એચ. એમ. રાણાની રાહબરીમાં રલ્વે એલસીબીના પીએસઆઇ જે. એમ. પરમાર, એએસઆઇ હરપાલસિંહ, બલભદ્રસિંહ, રામજીભાઇ, હેડકોન્સ. પૃથ્વીરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, કોન્સ. હસમુખભાઇ, જયેશભાઇ, શૈલષેભાઇ, દિવ્યરાજસિંહ, ભુપતભાઇ, એસઓજીના હેડકોન્સ. સ્ધ્ધિરાજસિંહ, રેલ્વે પોલીસના કાંતિલાલ, જયવીરસિંહ, યોગીરાજસિંહની ટીમે આ કામગીરી કરી હતી.
(4:21 PM IST)










