<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

બહામાસમાં પ્‍લેન ક્રેશમાં ૧૦ લોકોના મોત : જુઓ વિડીયો

દેશ જ્‍યારે પોતાના ૫૩મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં મગ્ન હતો, ત્‍યારે એક નાનું વિમાન દુર્ઘટનાનો શિકાર બન્‍યું

બહામાસ તા.૧૧: કેરેબિયન ટાપુ રાષ્ટ્ર બહામાસમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. દેશ જ્‍યારે પોતાના ૫૩મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં મગ્ન હતો, ત્‍યારે એક નાનું વિમાન દુર્ઘટના નો શિકાર બન્‍યું હતું. આ અકસ્‍માતમાં સવાર તમામ ૧૦ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્‍યા છે.

ઉલ્‍લેખનીય છે કે રાજધાની નાસાઉના લિન્‍ડેન પિડલિગ ઇન્‍ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરેલું આ સેસ્‍ના ૪૦૨ વિમાન સાન એન્‍ડ્રોસ જઈ રહ્યું હતું, પરંતુ ગંતવ્‍ય સ્‍થાન સુધી પહોંચે તે પહેલા જ ઉત્તર એન્‍ડ્રોસ નજીક દરિયામાં ક્રેશ થયું હતું.

બહામાસના વડાપ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસએ આ દુર્ઘટના પર ઊંડું શોક વ્‍યક્‍ત કર્યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, જે દિવસે આખો દેશ ઉજવણી કરી રહ્યો હતો, તે દિવસ હવે ઊંડા શોકમાં ફેરવાઈ ગયો છે. અકસ્‍માત બાદ સરકારે તત્‍કાલ અસરથી ફલેમિગો એરના એર ઓપરેટર સર્ટિફિકેટને સસ્‍પેન્‍ડ કરી દીધું છે.

ઉડ્ડયન મંત્રી જોબેથ કોલબી-ડેવિસે સ્‍પષ્ટ કર્યું છે કે એક જ દિવસમાં ફલેમિગો એર સાથે જોડાયેલી બે સુરક્ષા ખામીઓની ઘટના બનતા, સાવચેતીના પગલા તરીકે તમામ ફલાઇટ્‍સ અસ્‍થાયી રૂપે સ્‍થગિત કરવામાં આવી છે. હાલમાં એરક્રાફટ એક્‍સિડેન્‍ટ ઇન્‍વેસ્‍ટિગેશન ઓથોરિટી આ સમગ્ર કેસની ગંભીર તપાસ કરી રહી છે

(11:37 AM IST)