તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ઇન્સ્ટાગ્રામ પર ડમી આઇડી બનાવી અશ્લીલ ટિપ્પણીઓ અને ધમકીઓ વડે સામાજિક વૈમનસ્ય ફેલાવનાર ટોળકી ઝડપાઈ : દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ૧૯ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
ત્રણ જિલ્લાઓમાં ટીમો મોકલીને ૧૧ શખ્સો અને ૦૭ કાયદાથી સંઘર્ષિત કિશોરો સહિત આઇડી ધારકોને દબોચી લેવાયા : જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનારા તત્વો પાસેથી ૧૯ મોંઘાડાટ મોબાઇલ ફોનનો મુદ્દામાલ કબજે કરાયો

(કૌશલ સવજાણી દ્વારા) જામખંભાળીયા: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ અજાણ્યા નામોથી ડમી આઇડી બનાવીને સામાજિક વૈમનસ્ય અને અશાંતિ ફેલાય તે રીતે જાહેરમાં અશ્લીલ, અભદ્ર તેમજ ધમકીભરી કોમેન્ટ્સ કરનારા તત્વો સામે દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે લાલ આંખ કરી છે. ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી અભદ્ર ટિપ્પણીઓ કરવા, બ્લેકમેઇલ તથા જાતીય સતામણી કરીને લોકોને બદનામ કરવાના ગુનાઓને રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તેમજ દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ અત્યંત ગંભીરતાથી લીધા હતા. તેમના દ્વારા સાયબર ક્રાઇમ પોલીસને આવા પ્રકારના ગુનાઓ શોધી કાઢીને કાયદેસરની કડક કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક મીત રુદલાલના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ. જી. રાઠોડ અને તેમની ટીમ દ્વારા એક પ્રશંસનીય ઓપરેશન હાથ ધરીને ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સાયબર પેટ્રોલીંગ દરમિયાન ૧૯ ડમી આઇડી અને ૪ વાંધાજનક વીડિયો રીલ્સ પકડાયા:
પોલીસ અહેવાલ અનુસાર, તા. ૩૦/૦૪/૨૦૨૬ થી તા. ૧base૪/૦૫/૨૦૨૬ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર સઘન સાયબર પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન સામાજિક અશાંતિ પેદા કરનારી, ધમકીભરી અને અશ્લીલ કોમેન્ટ્સ કરનારી કુલ ૧૯ અજાણી ઇન્સ્ટાગ્રામ આઇડી (Insta ID) શોધી કાઢવામાં આવી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે આ આઇડી ધારકો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ ૦૪ અલગ-અલગ વીડિયો રીલ્સમાં જાહેરમાં આરોપ-પ્રત્યારોપ કરીને, અભદ્ર ભાષામાં અપમાનજનક લખાણો લખી તથા ધાક-ધમકી આપતી કોમેન્ટ્સ કરીને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. આથી આ આઇડીના વપરાશકર્તાઓ વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર ૧૧૧૮૫૦૧૦૨૬૦૦૧૧/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૭૯, ૨block૯૬, ૩૫૧(૨), ૩૫૨ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-૨૦૦૦ ની કલમ ૬૭ મુજબ વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ત્રણ જિલ્લાઓમાં પોલીસની ત્રણ અલગ અલગ ટીમો ત્રાટકી: આરોપીઓની યાદી
વાંધાજનક કોમેન્ટ્સ કરનારી ૧૯ આઇડી પર ટેકનિકલ વર્કઆઉટ અને મેન્યુઅલ સર્વેલન્સના આધારે પગેરૂ મેળવવા પોલીસની ત્રણ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ત્રણ અલગ-અલગ જિલ્લાઓમાં દરોડા પાડીને ૧૧ આરોપીઓ અને ૦૭ કાયદાથી સંઘર્ષિત કિશોરોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે:
૧. મુરૂભા સુકાભા માણેક (ઉ.વ. ૨૫, રહે. પીંડારા ગામ, તા. કલ્યાણપુર)
૨. દિનેશભા જાદવભા mકવાણા (ઉ.વ. ૨૪, રહે. નરસંગ ટેકરી, દ્વારકા)
૩. પરબતભા નવઘણભા માણેક (ઉ.વ. ૧૯, રહે. વસઈ, તા. ઓખામંડળ)
૪. નાથાભા પબુભા હાથલ (ઉ.વ. ૩૦, રહે. ગોરીયારી ગામ, તા. દ્વારકા)
૫. ભરતભાઇ બબાભાઇ માણેક (ઉ.વ. ૨૫, રહે. આરંભડા ગામ, મીઠાપુર, તા. દ્વારકા)
૬. હેમંતસંગ રામસંગભા માણેક (ઉ.વ. ૩૬, રહે. વસઈ ગામ, તા. દ્વારકા)
૭. માંડણભા જીલુભા માણેક (ઉ.વ. ૪૧, રહે. વસઈ ગામ, વાડી વિસ્તાર, તા. દ્વારકા)
૮. રાજુભાઇ દુદાભાઇ ડોડીયા (ઉ.વ. ૩૨, રહે. અમરદડ ગામ, તા. રાણાવાવ, જી. પોરબંદર)
૯. સામુબાઇ બુધાભા નાયાણી (ઉ.વ. ૨૮, રહે. ઉદ્યોગનગર, ગણેશપરા, સુરજકરાડી, તા. દ્વારકા)
૧૦. પરેશભાઇ પબાભાઇ વેગડા (ઉ.વ. ૨૫, રહે. શ્રીનાથ નગર-૩, ધરમપુર જીઆઇડીસી, ખંભાળીયા)
૧૧. નાગાજણ કારાભાઇ લધા (ઉ.વ. ૨૩, રહે. ધ્રાસાણવેલ ગામ, તા. દ્વારકા)
૧૨. ધનરાજસિંહ લુણાભા માણેક (ઉ.વ. ૨૭, રહે. સાપર (નવાગામ), તા. લાલપુર, જી. જામનગર)
૧૩. કુલ-૦૭ કાયદાથી સંઘર્ષિત કિશોર
આરોપીઓ દ્વારા ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સોશિયલ મીડિયાના કેટલાક ડમી આઇડી જેવા કે kkkk43614, jadeja111mr, gujratpolis, jaybholenath4056, nille_baaj_14, અને queen_jivv_ વગેરે પણ પોલીસે ટ્રેસ કર્યા છે. આ ગુનાની આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. જી. રાઠોડ ચલાવી રહ્યા છે.
ગુનામાં વપરાયેલા ૧૯ કિંમતી સ્માર્ટફોન જપ્ત કરાયા:
પોલીસ ટીમે ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી ગુનાહિત પ્રવૃત્તિ માટે વપરાયેલા કુલ ૧૯ મોબાઇલ ફોન મુદ્દામાલ તરીકે જપ્ત કર્યા છે, જેમાં નીચે મુજબના મોડેલ સામેલ છે:
Oneplus Nord CE 4 Lite, OPPO PLA110 CPH2737 Reno14, OPPO CPH2325 A55, OPPO CPH2385 A57S, Realme C35, VIVO V2416 Y300, REALME RMX3944 P3X 5G, Iphone 13 Pro, REALME 11X 5G RMX3785 11X (બે નંગ), INFINIX X6730 X6728B Hot 601 5G, OPPO CPH1933 A5, OPPO PLS120 CPH2785 A6, Oneplus CE3 CPH2569 Nord CE3, Iphone 15 Pro Max, REALME RMX3624 C33, OPPO CPH2667 K12X, Realme RMX 2189 અને Vivo Y21.
આ સમગ્ર સફળ કામગીરી દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. જી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. કે. કડછા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. વી. કાંબલીયા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા પોલીસની જનતા જોગ જાહેર અપીલ
આ સફળ ઓપરેશન બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જનતા જોગ એક અગત્યની જાહેર અપીલ કરવામાં આવી છે. પોલીસ તંત્રે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયામાં કોઈ પણ રીલ કે વિડીયો પોસ્ટમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા પ્રત્યત્નો કરવા નહીં. જો કોઈ પણ વ્યક્તિ અશ્લીલ શબ્દો કે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને કોમેન્ટ કરશે અથવા બેનામી કે ડમી આઇડી બનાવીને આવી ગેરકાનૂની પ્રવૃત્તિ આચરશે, તો તેના વિરૂદ્ધ સાયબર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
