તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ૧૨૦ માં સ્થાપના દિવસની ઉજવણી
રાજવી પરિવારના મુખ્ય દાતાઓ તથા પૂર્વ હોદેદારોનુ સન્માન : બાળકો દ્વારા સંસ્કૃતના શ્લોકનું પઠન

રાજકોટ : અનાથ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપતી સંસ્થા શ્રી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમની સ્થાપનાના ૧૨૦ માં વર્ષમાં પ્રવેશની ઉજવણી સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલની આગેવાની અને ટ્રસ્ટીઓ તથા બાળકોની ઉપસ્થિતિમાં બર્થડે કેક કાપીને સાદાઈ પૂર્વક કરાયેલ તદુપરાંત બાલાશ્રમના બાળકો દ્વારા સાંસ્કળતિક પ્રસંગો-સંસ્કળતના શ્લોકનું અદભુત પઠન ઉપરાંત અવનવા ડ્રેસ પરિધાન કરી ગણપતિ વંદના સહીત કાર્યક્રમો આયોજીત કરાયા હતા. આ ઉપરાંત સંસ્થા દ્વારા સંચાલિત શ્રી એ.વી.જશાણી વિદ્યામંદિરના ઓડીટોરીયમમાં બાલાશ્રમ સંસ્થાના સ્થાપક મોરબીના રાજવી પરિવાર તથા રાજકોટના રાજવી પરિવારના વારસદારો ઉપરાંત ૧૧૯ વર્ષના સંસ્થાના સુવર્ણ કાળમાં પ્રમુખ તથા સેક્રેટરી તરીકે સેવા આપેલ છે તેમાંથી હયાત પૂર્વ હોદેદારોનું શાલ ઓઢાડી બુકે આપીને હાલની કારોબારી ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવેલ. સંસ્થાના હાલના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) સહિતના હોદેદારો સી. એચ. પટેલ, પ્રવીણભાઈ અઘારા, રાજુભાઈ મહેતા, કેયુરભાઈ મેહતા, અરુણાબા ચુડાસમા, દેવ્યાનીબેન કોઠારી, સંદીપભાઈ મેહતા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલ સન્માન સમારંભમાં મોરબી રાજવી પરિવારના યુવરાજ શ્રી અર્જુનસિંહ તથા શ્રી ધ્રુવકુમારસિંહનો પરિવાર ઉપરાંત રાજકોટના રાજવી પરિવારના યુવરાજ શ્રી માંધાતાસિંહજી જાડેજાનો પરિવાર તથા અત્યાર સુધીના પૂર્વ પ્રમુખોમાં હયાત શ્રી જયંતભાઈ દેસાઈ, શ્રી દિનેશભાઈ પારેખ, શ્રી હરેશભાઈ વોરા તથા પૂર્વ સેક્રેટરી શ્રી અનંતભાઈ કક્કડ, શ્રી હીરાભાઈ માણેક, શ્રી જગદીશભાઈ ભીમાણીનું સંસ્થા દ્વારા શાલ ઓઢાડી અને ફૂલનું બુકે આપી સન્માન કરવામાં આવેલ. બાલાશ્રમ સંસ્થાના ૧૨૦ માં વર્ષના સ્થાપના દિવસ ઉપરાંત બાલાશ્રમ સંચાલિત શ્રી એ. વી. જશાણી વિદ્યામંદિરની સિલ્વર જયુબેલી પ્રસંગે શાળાના ઓડીટોરીયમમાં યોજાયેલ સન્માન સમારોહમાં બાલાશ્રમના સર્વ હોદેદારો ઉપરાંત શાળા સમિતિના અને બાલાશ્રમના સભ્યો શાળાના બંને માધ્યમના પ્રિન્સીપાલ જલ્પાબેન પંડયા તથા આનલબેન મહેતા અને શિક્ષકો ઉપરાંત બાલાશ્રમના સુપ્રિન્ટેન્ડેન્ટ પ્રતિભાબેન રાઠોડ, સુરેશભાઈ રાઠોડ વગેરેએ ઉપસ્થિત રહી સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે બાલાશ્રમને શણગાર કરવામાં આવેલ છે અને સ્ટાફ દ્વારા નળત્ય-ગીત સ્પર્ધા વગેરેનું સુંદર આયોજન કરવામાં આવેલ. બાલાશ્રમની કુમાર છાત્રાલયના વિદ્યાર્થી યુવરાજ પરમાર દ્વારા વારસાની વિરાસત સમાન સંસ્કળતના અમૂલ્ય શ્લોકનું પઠન કરીને ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કરી દીધેલ. શાળાના બાળકો દ્વારા હનુમાન ચાલીસાના સંગીતની સુરાવલી સાથે પાઠ અને પ્રાર્થના કરવામાં આવી હતી.
(2:38 PM IST)










