તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
સોૈરાષ્ટ્ર-ક્ચ્છમાં પવનના સૂસવાટા વધ્યાઃ વરસાદનો વિરામ

રાજકોટ, તા.૧૧: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને પવનના જોરમાં વધારા સાથે પવનના સૂસવાટા ફૂંકાઇ રહયા છે.
દરરોજ ધુપ-છાંવનો માહોલ જોવા મળે છે વાદળા છવાઇ છે પરંતુ વરસાદ વરસતો ન હોવાથી સોૈ કોઇ ચિંતા અનુભવી રહયા છે.
ગીર
સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, જીલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધા બાદ હવે સર્વત્ર મેઘરાજાનો વિરામ છે
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર મહતમ તાપમાન ૩૫.૫, લઘુતમ ૨૮.૫ ભેજ ૬૯ ટકા, પવનની ઝડપ ૧૯.૪ કિ.મી પ્રતિ કલાક રહી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
