<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

લખતર-ચોટીલાની લૂંટ સહિત ત્રણ ગુન્‍હામાં વોન્‍ટેડ ઇનામી આરોપી પકડાયો

સુરેન્‍દ્રનગર પેરોલ ફર્લો ટીમ તથા રાજકોટ રેન્‍જની ટીમે રાજસ્‍થાનથી ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે. 

રાજકોટ તા. ૧૧ :.. લખતર-ચોટીલાની લૂંટ અને પાણશીણાના ચોરીના ગુન્‍હામાં વોન્‍ટેડ ઇનામી આરોપીને સુરેન્‍દ્રનગર પેરોલ ફર્લો ટીમ તથા રાજકોટ રેન્‍જની ટીમે રાજસ્‍થાનથી ઝડપી લીધો હતો.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્‍વયે રાજકોટ રેન્‍જના પોલીસ ઇ. એ. એસ. પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્‍જના પો. સ. ઇ. પી. એન. મોરી, બી. સી. મિયાત્રા, સી. એમ. કાંટેલીયા, પી. સી. સરતેજા તથા સ્‍ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા હ્યુમનસોર્સથી માહિતી મેળવી જરૂરી વર્કઆઉટ તથા ટેકનીકલ એનાલીસી કરી રહેલ હતાં. તે દરમ્‍યાન સુરેન્‍દ્રનગર જિલ્લામાં ત્રણ વર્ષ પહેલા (૧) લખતર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના લૂંટનો બનાવ બનેલ જેમાં ફરીયાદીને ઇજા કરી ફિલ્‍ટર પ્‍લાન્‍ટમાંથી સવા લાખના કોપર વાયરની લૂંટ કરી (ર) ચોટીલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં કોપર વારયની લંૂટ કરી અને (૩) પાણસીણા પોલીસ સ્‍ટેશનની હદમાં કોપર વાયરની ચોરી કરી નાસી ગયેલ ઇનામી આરોપી સંજય ઉર્ફે ધર્મેશ બાબુલાલ ગુર્જર, રહે. આકીયાગામ તા. આમેઠ જી. રાજસંમદ રાજય રાજસ્‍થાન ઉપરોકત ગુન્‍હો કર્યા બાદથી આજદિન સુધી સુરેન્‍દ્રનગર જિલ્લાના પેરોલ ફર્લો સ્‍કોડના પો. સ. ઇ. એસ. ડી. પટેલ તથા સ્‍ટાફે આકીગા ગામ, તા. અમેઠ, જી. રાજસંમદ, રાજસ્‍થાન ખાતેથી હસ્‍તગત કરી રાજસ્‍થાનના દિવેર પોલીસ સ્‍ટેશન ખાતે જરૂરી કાગળની કાર્યવાહી કરી સુરેન્‍દ્રનગર ખાતે લાવી લખતર પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

 આ કામગીરી રાજકોટ રેન્‍જના ટેકનીકલ ટીમના બળદેવસિંહ ખેરડીયા, નરેન્‍દ્રસિંહ રાઠોડ, બલદેવસિંગ વિરદી, આશાબેન પટેલ તથા સુરેન્‍દ્રનગર જિલ્લાના પેરોલ ફર્લો સ્‍કોડના પો. સ. ઇ. એસ. ડી. પટેલ તથા સ્‍ટાફના વિજયસિંહ પરમાર, શકિતસિંહ જોરૂભા, વિજયસિંહ રથવીનાઓ દ્વારા કરવામાં આવેલ છે. 

 

 

(11:42 AM IST)