<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

પેટ્રોલ પંપ પર રૂ.૧૦ના ઝઘડામાં ટોળાએ યુવકની હત્‍યા કરી

રાયચુર (કર્ણાટક),તા.૧૧: રાયચુરના હંચીનાલા કેમ્‍પ નજીક પેટ્રોલ પંપ પર ૧૦ રૂપિયાના વિવાદમાં ઝઘડો થતાં ટોળાએ એક વ્‍યક્‍તિની હત્‍યા કરી હતી. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્‍યા છે. એડાપનૂર પોલીસે ૬ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્‍યું કે, રાયચુર જિલ્‍લામાં પેટ્રોલ પંપ પર ૧૦ રૂપિયાના ચુકવણીના વિવાદને કારણે થયેલી ઝઘડામાં દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરતી વખતે માથામાં ઈજા થવાથી એક વ્‍યક્‍તિનું મોત થયું હતું. રાયચુરના પોલીસ અધિક્ષક અરુણાંગશુ ગિરીએ જણાવ્‍યું હતું કે, રાયચુર તાલુકાના હંચિનહાલ કેમ્‍પ નજીક આ ઘટના બની હતી.

એસપીના જણાવ્‍યા અનુસાર મહેશ નામના એક ગ્રાહકે ૧૧૦ રૂપિયાનું પેટ્રોલ ભરાવ્‍યું હતું પરંતુ તેણે માત્ર ૧૦૦ રૂપિયા ચૂકવ્‍યા હતા, જેના કારણે પેટ્રોલ પંપ કર્મચારીઓ સાથે ઝઘડો થયો હતો. વિવાદ વધતાં મહેશે તેના સંબંધી મેઘનાથને ઘટનાસ્‍થળે બોલાવ્‍યો હતો. બાઈકથી ઉતરતા જ મેઘનાથને હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

(9:53 AM IST)