<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

વંથલીના ટીનમસ પાસે કારની ઠોકરે બાઈક સવાર દંપતીનું મોત

જુનાગઢ રહેતું દંપતિ પોતાના ગામ જતું હતું ત્‍યારે અકસ્‍માત નડયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૧: વંથલીના ટીનમસ પાસે કારની ઠોકરે મૂળ ટીનમસના અને હાલ જુનાગઢ રહેતાર બાઈક સવાર દંપતીનું મોત નિપજ્‍યું હતું. આ અક્‍સ્‍માત અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મૂળ વંથલી તાલુકાના ટીનમસ ગામના અને જૂનાગઢમાં ઝાંઝરડા રોડ, ગોરી પીર મસ્‍જિદની બાજુમાં આવેલ ગુલઝાર સોસાયટીમાં રહેતા  અબ્‍દુલ્લાભાઈ ઇબ્રાહિમભાઈ સીડા અને તેના જેબુનીશાબેન શુક્રવારે સવારે પોતાનું જીજે ૧૧ સીએ ૩૯૬૭ નંબરનું બાઈક લઈને જુનાગઢથી ટીનમસ ગામે પોતાના નવા બની રહેલા મકાને જવા નીકળ્‍યા હતા.

જ્‍યારે દંપતી ટીનમસ ગામ પાસે ઓનેસ્‍ટ હોટલની બાજુમાં આવેલ નેશનલ હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલી જીજે ૦૬ કેપી ૧૬૭૭ નંબરની કારના ચાલકે બાઈકને જોરદાર ઠોકર મારી હતી.

આ અકસ્‍માત એટલો ભયાનક હતો કે અબ્‍દુલ્લાભાઈને માથાના પાછળના ભાગે તેમજ પગમાં અને જેબુનીશાબેનને કપાળ તથા હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને શરીરના અન્‍ય ભાગે નાની-મોટી ઇજાઓ થતાં બંનેનું મોત થયું હતું. અકસ્‍માતની ઘટના અંગે મળતકના પુત્ર જાબીરભાઈ અબ્‍દુલ્લાભાઈ સીડાની ફરિયાદ આધારે વંથલી પોલીસે કાર ચાલક સામે  ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(10:59 AM IST)