<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઓ બાપ રે... એર ઇન્‍ડિયાનું વિમાન ઇન્‍ટર્ન ડોકટરોની હોસ્‍ટેલ ઉપર ખાબક્‍યું : અતૂલ્‍યમ્‌ નામની હોસ્‍ટેલમાં ૫૦ થી ૬૦ ડોકટરો હતા : તમામના મોતની આશંકા : વિજયભાઈની સીટ નં. ૨-ડીઃ જે મુસાફરો પ્‍લેનમાં બેસી ગયા હતા તેના લીસ્‍ટમાં વિજયભાઈનું નામ ૧૨મા નંબરે છેઃ વિજયભાઈની તબિયત અંગે ભારે ચિંતા સેવાઈ રહી છેઃ થોડા દિવસો પહેલા જ તેમના ધર્મપત્‍નિ અંજલીબેન લંડન ગયા છેઃ આ ઉપરાંત નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરી પણ લંડન પહોંચી ગયા છેઃ વિજયભાઈ તેમની સાથે જોડાવાના હતાઃ બિનસત્તાવાર અહેવાલો મુજબ વિજયભાઈ રૂપાણી સિવિલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે :અમદાવાદમાં સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં એર ઈન્‍ડિયાનું વિમાન તૂટી પડયુઃ ૧૦૦ના મૃત્‍યુનો ભયઃ ૫૦ મૃતદેહો બહાર કાઢયા : કેમ્‍પસમાં ગેસના બાટલા ફાટવાનો અવાજ આવી રહ્યો છેઃ દુર્ભાગી વિમાનમાં વિજયભાઈ રૂપાણી પણ બેઠા હતા એર ઈન્‍ડિયાની ફલાઈટ નંબર ૧૭૧ અમદાવાદથી લંડન ગેટવીક આજે જઈ રહી હતી અને એરપોર્ટથી ઉપડયા પછી ૧૦ જ મિનિટમાં વિમાન તૂટી પડયુ હતું: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્‍યુ છે3:54 PM IST

અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશના સમાચારો વચ્ચે, ગુજરાતના રાજકારણમાં એક અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ છે. અકસ્માત બાદ તરત જ, રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ટ્વિટર પર એક ટ્વીટ કરીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચાર આપ્યા હતા. જોકે, થોડા જ સમયમાં તેમણે આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું, જેના કારણે પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી બની હતી. હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર, પ્લેન ક્રેશ સ્થળે બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે. મોડી સાંજ સુધી, હાલ સત્તાવાર સૂત્રો દ્વારા વિજયભાઈ રૂપાણીના સ્વાસ્થ્ય અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે તેમના ચાહકો અને સમર્થકોમાં ચિંતાનો માહોલ છે. આ ઘટનાક્રમ વચ્ચે, વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન લંડનથી ભારત આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમના આગમન બાદ જ પરિસ્થિતિ પર વધુ સ્પષ્ટતા આવે તેવી શક્યતા છે.6:02 PM IST

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વિધ્‍ને પસાર થાય તે માટે પોલીસને જે કવાયત કરવી પડે છે તે જાણી આફ્રિન પોકાર્યા વગર નહિ રહેવાય : દોઢ માસ પહેલા તૈયારીઓ શરૂ થાય, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ સ્‍કીમ બનાવેઃ બહારથી અનુભવી પોલીસ અધિકારીઓ આવેઃ કેન્‍દ્રીય અર્ધ લશ્‍કરી દળ પણ આવેઃ સીપી લેટેસ્‍ટ ઘટનાઓઃ ભૂતકાળની ભૂલો અંગે ચર્ચા કરી અનુભવી અધિકારીઓ સાથે મળી રણનીતિ ઘડે : બીએસએફ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક હોવાથી તેમણે કાશ્‍મીર ખીણની આતંકી ઘટનાઃ જાસુસ પકડાવવા ; વિગેરે ગંભીરતાથી લીધી છેઃ સિમ સ્‍ટોક ચેકીંગ, અનધિકળત ભાડૂત ચેકીંગ, હિસ્‍ટ્રી સિટર ચેકીંગ ગઇ કાલથી જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ ટીમને સુપ્રત કર્યુ હોવાથી ક્રાઇમ બ્રાન્‍ચ ટીમો પરોઢ સુધી એક્‍ટિવ રહી હતી એકતાના રંગ એક, લોહીનો રંગ એક થીમ નીચે બન્ને કોમ વચ્‍ચે ક્રિકેટ મેચમાં સીપી જાતે ક્રિકેટ રમ્‍યાઃ આખું આયોજન અદભુત રીતે સેકટર વડા નીરજ બડ ગુજ્જર ટીમે પાર પાડયુ સેક્‍ટર બે વડા જયપાલસિંહ રાઠોડ ટીમે વાહન ચેકીંગ, શકમંદ સ્‍થળોનું ચેકીંગ પણ મોડી રાત સુધી યથાવત રાખી સુરક્ષા મુદે સ્‍ટાફને એક્‍ટિવ મોડમાં રાખ્‍યો2:17 PM IST

 સાયલાના ઇશ્વરીયાના રણછોડભાઇ ધાંધળની ક્રુર હત્‍યા : જુઓ વિડિયો : સાયલાના આયા ગામે નવા બની રહેલા પેટ્રોલ પંપની સાઇટ પરથી રણછોડભાઇ તેના કાકાના દિકરા અરજણ સાથે ઇશ્વરીયા જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં તેની કારને ડમ્‍પરથી આંતરી, બોલેરોથી ઉલાળી લોખંડની ચકરી, કુંડલીવાળી લાકડીઓ, પાઇપથી તૂટી પડયાઃ કાકાનો દિકરો જીવ બચાવવા ખેતરમાં છુપાઇ ગયો : ગામના વિજય રૂદાતલાના પિતા સાથે ૨૦૨૩માં મૃતક રણછોડ ઉર્ફ રસિકના કુટુંબીઓને ઝઘડો થયો હોઇ તેના મનદુઃખને કારણે વિજય સહિત છ જણાએ કાવત્રુ ઘડી અંજામ આપ્‍યોઃ સાયલા પોલીસે વિજય, તેના કાકા કાળુ, સાથેના જાદવ, ગોવિંદ, ગોપાલ અને કેશુ સામે ગુનો નોંધ્‍યોઃ રણછોડભાઇ ધાંધળના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ બે દિકરા, બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારજનોમાં ગમગીની1:01 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૫ ની દ્વિતિય રાષ્‍ટ્રીય લોક-અદાલત તેમજ સ્‍પેશીયલ મેજીસ્‍ટ્રેયલ સીટીંગનું આયોજન : લોક અદાલત એટલે ‘‘ના કોઇનો વિજય ના કોઇ નો પરાજય''આવો લોક અદાલતના માધ્‍યમ થકી આપણા તકરાર આપણા પ્રશ્‍નોનું કાયમી રીતે નીવારણ લાવી સોહાર્દપૂર્વકના સમાજનું નિર્માણ કરીએ : આપનો કેસ લોક અદાલતના માધ્‍યમ થકી ખુબજ ઝડપથી ન્‍યાયીક નિવારણ લાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન વ. મુખ્‍ય જિલ્લા ન્‍યાયાધીશ એસ.વી.વ્‍યાસની અપીલઃ જુદી-જુદી અદાલતો દ્રારા પેન્‍ડિંગ તથા પ્રિ -લીટીગેશન મળીને ૪૦૦૦થી વધુ કેસો ફાઇન્‍ડ આઉટ કરી મુકવામાં આવેલ છે1:01 PM IST