<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

બલુચ આર્મીએ કરેલ પ્રચંડ હુમલામાં પાકિસ્તાની સૈન્યના 23 સૈનિકોને ઠાર કરવામાં આવ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનમાં બલુચિસ્તાનના બળવાખોરોની બલોચ આર્મી પાકિસ્તાનની આર્મીને ટક્કર આપી રહી છે. તાજેતરમાં બલુચિસ્તાનના બળવાખોરો અને પાકિસ્તાની સૈન્ય બન્ને સામસામે આવી ગયા હતા અને ભારે ઘર્ષણ થયું હતું. આ હિંસક સંઘર્ષમાં પાકિસ્તાની સૈન્યના 23 જવાનો માર્યા ગયા હતા. જ્યારે બલુચિસ્તાન આર્મીના નવ બળવાખોરો પણ માર્યા ગયા હતા. તાજેતરમાં પાકિસ્તાન સૈન્ય પર બલુચિસ્તાન આર્મીનો આ સીધો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. બલુચિસ્તાન આર્મીએ પાક. સૈન્યના કાફલાને નિશાન બનાવી આ હુમલો કર્યો હતો. 
બલુચિસ્તાન લિબરેશન આર્મીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે બલુચિસ્તાનના ગોની પારામાં સૌથી મોટુ ઘર્ષણ થયું હતું, જ્યાં અમે પાકિસ્તાની સૈન્યને સૌથી મોટુ જખમ આપ્યું, આ પહેલા મસ્તંગ ઘાટીમાં 6 જૂનના રોજ પણ પાક. સૈન્યના કાફલાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જેમાં આઠ સૈનિકો માર્યા ગયા હતા. આખી રાત બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાક. આર્મીને ટક્કર આપી હતી. આ ઉપરાંત 8 જૂનના રોજ અન્ય એક ઘર્ષણમાં પણ પાકિસ્તાની સૈન્યના અનેક સૈનિકો માર્યા ગયા હતા. અન્ય કેટલાક વિસ્તારોમાં પણ પાકિસ્તાની સૈન્ય અને બલુચિસ્તાન આર્મી વચ્ચે સામસામે ભારે ગોળીબારના અહેવાલો છે.

 

(6:10 PM IST)