News of Thursday, 12th June 2025
આ તે કેવી સુહાગરાત.... પરિવારના સભ્યોની સામે ઉજવવી પડે છે પહેલી રાત
તુર્કમેનિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં કરવામાં આવેલો દાવો તમારા હોશ ઉડાડી દેશે : પરિવારના સભ્યો તપાસ કરે છે કે છોકરી ખરેખર કુંવારી હતી કે નહીં

લંડન તા.૧૨: મધ્ય એશિયાનો એક દેશ તુર્કમેનિસ્તાન તેની અનોખી પરંપરાઓ અને સાંસ્કળતિક વારસા માટે જાણીતો છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોએ સનસનાટી મચાવી દીધી છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે તુર્કમેનિસ્તાનમાં નવદંપતીએ પરિવારની સામે લગ્નની પહેલી રાત (સુહાગરાત) ઉજવવાની હોય છે. પરિવાર ચાદર પરના લોહીના નિશાન જોઈને દુલ્હનની કુંવારીતાની પુષ્ટિ કરે છે. આ દાવો લોકોને ચોંકાવી દે છે, પરંતુ વિશ્વસનીયસ્ત્રોતોમાં આવી પરંપરાની કોઈ પુષ્ટિ મળી નથી. જો કે અકિલા ‘‘આ રિવાજની પુષ્ટી કરતી નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ કથિત પરંપરાનો ઉલ્લેખ કરતો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તુર્કમેનિસ્તાનમાં સાસરિયાં અને અન્ય સંબંધીઓ સહિત પરિવાર નવદંપતીની પહેલી રાત્રે હાજર રહે છે જેથી ખાતરી કરી શકાય કે દુલ્હન કુંવારી છે. ચાદર પરના લોહીના ડાઘને દુલ્હનની ૅપવિત્રતૉનો પુરાવો માનવામાં આવે છે. જો કે, આ પોસ્ટ્સમાં સમાચાર લેખો અથવા અધિકળત વીડિયોઝ જેવા કોઈ નક્કર પુરાવા આપવામાં આવ્યા નથી. આ દાવો ધાર્મિક અને સાંસ્કળતિક પૂર્વગ્રહોને પ્રોત્સાહન આપતો દેખાય છે.
જો આપણે તુર્કમેનિસ્તાનની લગ્ન પરંપરાઓ પર નજર કરીએ, તો લગ્ન એ પરિવાર અને સમુદાય માટે મહત્વપૂર્ણ સામાજિક પ્રસંગો છે. પરંપરાગત રીતે, લગ્ન ગોઠવવામાં આવે છે અને લગ્ન પહેલાં કન્યા કુંવારી હોવાની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ advantour.com અને turkmenportal.com જેવા વિશ્વસનીયસ્ત્રોતો સુહાગરાત દરમિયાન પરિવાર હાજર છે કે ચાદર તપાસે છે તેનો ઉલ્લેખ કરતા નથી. તુર્કમેન લગ્નોમાં કલ્યાણ (કન્યાની કિંમત), દહેજ અને રંગબેરંગી પોશાક જેવા રિવાજોનો સમાવેશ થાય છે. કન્યાનો લાલ ડ્રેસ અને તખ્યાક (હેડડ્રેસ) કૌમાર્યનું પ્રતીક માનવામાં આવે છે.
કેટલીક અન્ય સંસ્કળતિઓમાં ચાદર પરીક્ષણની પરંપરાઓ છે. ઉદાહરણ તરીકે, મેસેડોનિયામાં બ્લાગા રાકિયૉ વિધિમાં કન્યાના પિતા લગ્નની રાત પછી ચાદર તપાસે છે. આર્મેનિયામાં ૅલાલ સફરજન વિધિ અને જ્યોર્જિયામાં કેટલાક અઝરબૈજાની સમુદાયોમાં લોહી માટે ચાદરનું પરીક્ષણ કરવામાં આવે છે. ભારતમાં કંજરભાટ સમુદાયમાં પણ આવી જ પ્રથા છે, જ્યાં પંચાયત ચાદર તપાસે છે અને જો કન્યા નિષ્ફળ જાય તો તેને અપમાન અને સજાનો સામનો કરવો પડે છે. પરંતુ આ બધા કિસ્સાઓમાં, પરિવાર દંપતી સાથે હાજર રહેવાને બદલે રૂમની બહાર રાહ જુએ છે.
તુર્કમેનિસ્તાનમાં એવી કોઈ દસ્તાવેજી પ્રથા નથી કે જ્યાં લગ્નની રાત્રે પરિવાર રૂમમાં હાજર હોય. જોકે, દેશમાં કિશોરવયની છોકરીઓ પર સંમતિ વિના વર્જિનિટી ટેસ્ટના અહેવાલો આવ્યા છે, જેની સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૧૮માં નિંદા કરી હતી. આ પરીક્ષણો તબીબી છે અને લગ્નની રાત્રે પરિવાર દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિ નથી.
આવી સ્થિતિમાં, ઘણા લોકો કહે છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો આ દાવો કદાચ અન્ય સંસ્કળતિઓની પ્રથાઓ સાથે મૂંઝવણ અથવા અતિશયોક્તિનું પરિણામ છે. આ વાઇરલ વીડિયો તુર્કમેનિસ્તાનની સંસ્કળતિને ખોટી રીતે રજૂ કરતો દેખાય છે. સ્થાનિકો અને નિષ્ણાતો કહે છે કે તુર્કમેન લગ્નો ઉત્સવપૂર્ણ હોય છે, જેમાં સંગીત, નળત્ય અને દહેજ જેવી પરંપરાઓનો સમાવેશ થાય છે. સરકારે ૨૦૧૧થી હેપ્પીનેસ પેલેસ જેવા પગલાં પણ લીધાં છે, જે આધુનિકતા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપે છે.(૩૮.૨)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
