તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Thursday, 12th June 2025
રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક્શન પ્લાન તૈયાર
રથયાત્રાને લઈને મહત્વની બેઠક યોજાઈ :રથયાત્રામાં આગ, ભાગદોડ કે કોઈ અન્ય દુર્ઘટનાને પહોંચી વળવા માટે AI ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે

અમદાવાદ, તા.૧૨
અમદાવાદમાં ગઈકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળી હતી. હવે આગામી ૨૭મી જૂને શહેરમાં ધૂમધામથી રથયાત્રા નીકળશે. રથયાત્રામાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે રથયાત્રાને લઈને પોલીસ કમિશનર જી.એસ મલિકની અધ્યક્ષતામાં આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં વ્યવસ્થાને સહિત અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી.
અમદાવાદમાં દર વર્ષે રથયાત્રા યોજાઈ છે જે દેશમાં જગન્નાથપુરી બાદ બીજી સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે અમદવાદમાં શ્રદ્ધાળોઓની ભારે ભીડ જોવા મળે છે. આજે પોલીસ કમિશનર જી. એસ મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં પણ ગુનેગારો તેમજ અસામાજિક તત્વો પર કાર્યવાહી થશે.
આ ઉપરાંત રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ જે રૃટ પરથી રથયાત્રા પસાર થવાની છે ત્યાના રહીસોની ટીમો બનાવવામાં આવી છે. આ વખતે રથયાત્રામાં આગ, ભાગદોડ કે કોઈ અન્ય દુર્ઘટનાને પહોંચી વળવા માટે AI ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા બેંગલુરુમાં ભાગદોડની ઘટના બની હતી જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આવી ઘટના ન બને તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન થાય તે માટે પણ પોલીસને સૂચના અપાઈ છે.
રથયાત્રાની તેયારી અંગે પોલીસ કમિશનર જી.એસ મલીકે જણાવ્યું હતું કે, પોલીસે આ રથયાત્રાને લઈને બે મહિના પહેલા જે તૈયારી શરૃ કરી દીધી છે જેમાં શાંતી સમિતિની મિટિંગ, મહોલ્લા સમિતિની મિટિંગ, ફૂટ પ્રેટ્રોલિંગ જેવા મુદ્દાઓ પર કામ કર્યું છે. આ ઉપરાંત હોટલ, ગેસ્ટ હાઉસની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી ક્રાઉડ મેનેજમેન્ટ એટલે કે ક્યાં વધુ ભીડ થાય છે એનું ધ્યાન રાખવામાં આવશે એટલે બેંગલુરુ જેવી ઘટના ન બને આ સિવાય આગની ઘટના પણ ન બને તની AI દ્વારા ધ્યાન રાખવામાં આવશે. રથયાત્રામાં ચાંપતી નજર રાખવા માટે લોકોના સહયોગથી લગભગ ૨૨,૦૦૦ સીસીટીવી લગાડવામાં આવ્યા છે.'' અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના ઘાટ સુધી જળયાત્રા યોજાઈ. આ જળયાત્રા રથયાત્રાના પૂર્વ તબક્કા તરીકે જાણીતી છે. જળયાત્રા ભગવાન જગન્નાથજીની ૧૨ યાત્રાઓમાં મુખ્ય યાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળીને સાબરમતી નદીના ઘાટ પર પહોંચી હતી, સોમનાથ ભુદરના આરેથી પરંપરાગત ગંગાપૂજા કરીને ૧૦૮ કળશ જળના ભરાયા હતા.૧૦૮ કળશના જળથી ભગવાનનો શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવ્યો. જળાભિષેક પછી ભગવાન જગન્નાથજીના ગજવેશનો ખાસ શણગાર કરવામાં આવ્યો. જળયાત્રામાં ગજરાજો પણ સુશોભિત થઈને જોડાયા. ભગવાન આજથી મામાના ઘરે સરસપુર જશે. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો હરખ સાથે જોડાયા. મહિલાઓ માથે કળશ લઈને જળયાત્રામાં સહભાગી થઈ. રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જળયાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પણ ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત ચિહ્ન છે. ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભાગ લેવાય છે અને સમગ્ર યાત્રા દરમિયાન શહેરમાં ભક્તિનો માહોલ છવાઈ જાય છે. અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા જ બુલેટ માર્ચ યોજાઈ હતી. જેમાં પીઆઈ, પીએસઆઈ સહિત ૧૦૦થી વધુ પોલીસકર્મીઓએ બુલેટ પર રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ જગન્નાથ મંદિરથી રથયાત્રાના માર્ગ પર પેટ્રોલિંગ કર્યું હતું.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
