તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ‘ઇટ્રા ખાતે યોગ-ફેસ્ટ થકી યોગાનુસંગિક વિવિધ આયોજનો દ્વારા જામનગર બનશે યોગમય'
તા. ૨૧મીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અધિકળત ઉજવણી નિમિત્તે સવારે ૭ વાગ્યે 'યોગ સંગમ' અંતર્ગત સામૂહિક કોમન યોગ પ્રોટોકોલનું આયોજન :રાજમાતા શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ કેમ્પસ ગ્રાઉન્ડ, ITRA, જામનગર ખાતે કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧રઃ આયુર્વેદ શિક્ષણ એવં અનુસંધાન સંસ્થાન, જામનગરના સ્વસ્થવળત્ત વિભાગ દ્વારા અંતર્રાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની દશકપૂર્ણ ઉજવણી નિમિત્તે ‘યોગ ફેસ્ટ'નું આયોજન તા. ૧૫ થી ૨૦મી જૂન ૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં સી.વાય.પી યોગ તાલીમ (CYP Training) - દરરોજ સવારે ૭ થી ૮ યોગ પ્રદર્શન અને પ્રચૂર માહિતી સાહિત્ય વિતરણ - દરરોજ સવારે ૯ થી સાંજે ૬, વિશિષ્ટ યોગ આચાર્યો દ્વારા યોગ વર્કશોપ્સ - હાઈપરટેન્શન, ડાયાબિટીસ, સ્થૂળતા,સ્ત્રીરોગો, કિશોર આરોગ્ય, વળદ્ધાવસ્થાના રોગો વગેરે વિષયો પર - સવારે ૯:૩૦ થી ૧૨, યોગ અનપ્લગ્ડ અંતર્ગત વિવિધ સાંસ્કળતિક સ્પર્ધાઓ જેમ કે - યોગ રીલ મેકિંગ, નળત્ય યોગ, યોગ નિબંધ લેખન, યોગ અનુભૂતિ (યોગ ગીત/કવિતા લેખન), યોગ ગુંજન (યોગ ગાયન), યોગ મૌન અભિવ્યક્તિ (માઇમ), ચિત્ર યોગ (યોગ પોસ્ટર) સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ૧૦મી જૂન, ૨૦૨૫ પહેલાં નોંધણી આવશ્યક છે - સ્પર્ધાનો સમય સાંજે ૩ થી ૬. આ તમામ કાર્યક્રમો રાજમાતા શ્રી ગુલાબકુંવરબા ઓડિટોરીયમ, ધન્વંતરી મંદિર, ITRA, જામનગર ખાતે યોજાવાના છે.
તા. ૨૧મી જૂન ૨૦૨૫ના રોજ અંતર્રાષ્ટ્રીય યોગ દિવસની અધિકળત ઉજવણી નિમિત્તે સવારે ૭ વાગ્યે ‘યોગ સંગમ' અંતર્ગત સામૂહિક કોમન યોગ પ્રોટોકોલનું આયોજન રાજમાતા શ્રી ગુલાબકુંવેરબા આયુર્વેદ કેમ્પસ ગ્રાઉન્ડ, ITRA, જામનગર ખાતે કરવામાં આવશે.
આ કાર્યક્રમોની વિગતવાર માહિતી માટે સ્વસ્થવળત્ત વિભાગ, રૂમ નં. ૦૫, ધન્વંતરી મંદિર, ITRA કેમ્પસ ઉપર સીધા મુલાકાત લઈ શકો છો અથવા મોબાઇલ નં. ૯૭૨૭૩ ૫૧૭૯૩ પર સંપર્ક કરવા અને ઉત્સાહભેર યોગ ફેસ્ટમાં જોડાવા જામનગરની જનતાને જોડાવા સંસ્થાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
