<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

તાલાળા ‘એથીઝ ફાર્મ' હાઉસમાં દારૂની મહેફીલ માણતા રાજકોટનાં ૨૨ ઝડપાયા

સુરવા ગામથી આગળ હડમતીયા રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસમા તાલાલા સર્વેલન્‍સ સ્‍ટાફનો દરોડો : દારૂની ૭ બોટલ, ૨૫ મોબાઈલ, ૪ ફોર વ્‍હીલ સાથે કુલ રૂ. ૪૧.૩૦ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો : જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા,નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગારની આગેવાનીમાં કાર્યવાહી

(દીપક તન્‍ના સરદારસિંહ ચૌહાણ દ્વારા)તાલાળા ગીર તા.૧૨ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા  ‘એથીઝ ફાર્મ' હાઉસમાં દારૂની મહેફીલ માણતા રાજકોટનાં ૨૨ લોકો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે આ ઉપરાંત દારૂની ૭ બોટલ, ૨૫ મોબાઈલ, ૪ ફોર વ્‍હીલ સાથે કુલ રૂ. ૪૧.૩૦ લાખનો મુદામાલ  તાલાળા પોલીસે જપ્ત કર્યો છે.

જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક  મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક  વિ.આર.ખેંગાર સાહેબ વેરાવળ વિભાગ વેરાવળ નાઓ દ્વારા ફાર્મ હાઉસમાં જુગાર-પ્રોહી અંગેની ગેરકાયદેસર પ્રવળતી નેસ્‍ત નાબુદ કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને તાલાલા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેકટર જે.એન.ગઢવીની સુચના મુજબ તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફના ઇન્‍ચાર્જ પો.હેડ.કોન્‍સ દેવેન્‍દ્રભાઇ ભુપતભાઇ ગાધે તથા એ.એસ.આઇ રણજીતસિંહ પરબતભાઇ ડોડીયા તથા પ્રતિપાલસિંહ ગીગાભાઇ કાગડા તથા પો.હેડ.કોન્‍સ ગોવિંદભાઇ પરબતભાઇ મારૂ તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ સિધ્‍ધરાજસિંહ જયસિંહ પરમારએ રીતેના પોલીસ સ્‍ટાફના માણસો આકોલવાડી આઉટ પો.સ્‍ટે વિસ્‍તારમાં ફાર્મ હાઉસ ચેકીંગમા હતા.

તે દરમ્‍યાન સાથેના સર્વેલન્‍સ સ્‍કોડના પો.હેડ.કોન્‍સ ગોવિંદભાઈ પરબતભાઇ મારૂ તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ સિધ્‍ધરાજસિંહ જયસિંહ પરમારનાઓને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે સુરવા ગામથી હડમતીયા રોડ ઉપર આવેલ એથીઝ ફાર્મ હાઉસમા મહેફીલ અંગેની રેઇડ કરી નીચે મુજબના આરોપીઓને પકડી પાડી નીચે જણાવેલ વિગત મુજબનો મહેફીલ અંગેનો કેસ શોધી કાઢી તાલાલા પો.સ્‍ટે. ગુ.ર.ન ૧૧૧૮૬૦૦૭૨૫૦૭૭૪/૨૦૨૫ પ્રોહી. એકટ કલમ-૬૬(૧)બી, ૬૫(એએ), ૮૬,૭૫(એ), ૮૧મુજબનો ગુન્‍હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 આરોપીઓમાં (૧) સાગર મનોજભાઇ ડાભી રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૨) અક્ષીત દિનેશભાઇ વેકરીયા રહે, પાળ ગામ તા.લોધીકા જી. રાજકોટ

(૩) ઓમ કિશોરભાઇ ધરડુસીયા રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૪) વિરાજ કિશોરભાઇ ધરડુસીયા રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૫) પાર્થ પ્રફુલભાઈ મારવીયા રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૬) મીત જીતેન્‍દ્રભાઇ સરસરીયા રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૭) વત્‍સલ ચદ્રેશભાઇ સખીયા રહે, દાળીયા ગામ તા.ગોડંલ જી.રાજકોટ

(૮) મંથન  અશ્વિનભાઇ ગોડલીયા રહે,વાડાધરી તા.ગોડલ જી. રાજકોટ

(૯) હર્ષ રમેશભાઇ પીપળીયા રહે.રાજકોટ તા.જી. રાજકોટ

(૧૦) પ્રીન્‍સ અરવિંદભાઇ હાપલીયા રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૧૧) અંચિત રમેશભાઇ વેકરીયા રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૧૨) કુશ હિરેનભાઇ વસોયા રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૧૩) નિકુજ ભવાનભાઇ ટીલાળા રહે, પાળગામ તા.લોધીકા જી.રાજકોટ

(૧૪) ફેનીલ મનીષભાઈ સોજીત્રા રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૧૫) મીત શૈલેષભાઇ ટીલાળા રહે,પાળગામ તા.લોધીકા જી.રાજકોટ

(૧૬) જેનીશ મુકેશભાઈ ટીલાળા રહે, પાળગામ તા.લોધીકા જી.રાજકોટ

(૧૭) અભીષેક વિનોદભાઇ દોંગા રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૧૮) મિલન લલીતભાઇ તેતી રહે,પાળગામ તા.લોધીકા જી.રાજકોટ

(૧૯) રાજ મુકેશભાઇ વસોયા રહે, પાળગામ તા.લોધીકા જી. રાજકોટ

(૨૦) હર્ષ મનીષભાઇ વેકરીયા રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૨૧) અર્જુન મુકેશભાઇ મુંગરા રહે, રાજકોટ તા.જી.રાજકોટ

(૨૨) બીપીન દેવજીભાઈ ભલાળા રહે, રાજકોટ તા.જી. રાજકોટ

(૨૩) દીપ ધનશ્‍યામભાઇ દોમડીયા રહે,હડમતીયા એથીઝ ફાર્મ હાઉસ તા.તાલાલા મુળ રહે,જુડવડલી તા.ગીર ગઢડાની ધરપકડ કરવામાં આવી છે

 સ્‍ટીલની ડીસ નગ-૦૨ જેની કિ.રૂ.૧૦૦  કાચના ગ્‍લાસ નંગ-૦૪ જેની કિ.રૂ ૪૦/-એક થમ્‍સઅપની અર્ધભરેલ પ્રવાહી ભરેલ બોટલ નંગ-૦૧ કિ.રૂ.૧૦/-એક સ્‍પ્રાઇટ કંપનીની પ્રવાહી ભરેલ બોટલ નંગ-૦૧ તથા અર્ધભરેલ બોટલ નંગ-૦૧ હોય જેની કિ.રૂ.૧૦/- પ્‍લાસ્‍ટીકના ગ્‍લાસનો બાંધો કિ.રૂ.૦૦/ભારતીય બનાવટની વિદેશી દારૂ મેજીક મુમેન્‍ટ વોડકા ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૦૩ જેની કિ.રૂ.૧૫૦૦/-ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગ્રાન્‍ડ માસ્‍ટર પ્‍લેટીનમ વોડકા ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૦૨ જેની કિ.રૂ.૧૦૦૦/ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેજીક મુમેન્‍ટ વોડકા ૭૫૦ એમ.એલ.ની ખાલી બોટલો નંગ-૦૩ કિ.રૂ.૦૦/-

અલગ અલગ કંપનીની એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૨૫ જેની કુલ કિ.રૂ.૯,૨૮,૦૦૦/-અલગ અલગ કંપીનીની ફોરવ્‍હીલ નંગ-૦૪ જેની કુલ કિ.રૂ.૩ ૨,૦૦,૦૦૦/-

કુલ મુદામાલ જેની કુલ કિ.રૂ.કિ.રૂ.૪૧.૩૦,૫૫૦/ મુદ્દામાલ જપ્ત કરેલ છે.

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-

પો.ઇન્‍સ શ્રી જે.એન.ગઢવી તથા પો.સબ.ઇન્‍સ પી.વી.ધનેશા તથા પો.હેડ.કોન્‍સ ડી.બી.ગાધે તથા એ.એસ.આઇ આર.પી.ડોડીયા તથા પી.કે.કાગડા તથા પો.કોન્‍સ સિધ્‍ધરાજસિંહ જયસિંહ પરમાર તથા આકોલવાડી ઓપી બીટ ઇન્‍ચાર્જશ્રી એ.એસ.આઇ કે.બી.વાદી તથા પો.કોન્‍સ મયુરસિંહ માંડાભાઇ ગોહિલ તથા શૈલેષભાઇ ઓધડભાઇ સોસા તથા મેણસીભાઈ ઉકાભાઇ જાદવે કરી છે. (૯.ર૩)

(3:23 PM IST)