તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 12th June 2025
કુહાડીના આડેધડ ધા માર્યા
મહારાષ્ટ્રમાં પત્નીએ લગ્નના ૧૫ દિવસમાં જ પતિને રહેંસી નાંખ્યો મોડી રાતે કોઈ બાબતે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ

મુંબઇ, તા. ૧રઃ મેઘાલયમાં થયેલા રાજા રઘુવંશી હત્યાકાંડની શાહી હજુ સૂકાઈ પણ નથી, ત્યાં મહારાષ્ટ્રના સાંગલીમાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ લગ્નના ૧૫ દિવસ બાદ જ કૂહાડીના ઘા ઝીંકીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મળતક અનિલ લોખંડેની પહેલી પત્નીનું કેન્સરના કારણે મોત નિપજ્યું હતુ. જે બાદ આજથી ૧૫ દિવસ પહેલા જ અનિલે સતારા જિલ્લાની રાધિકા ઈંગલે સાથે બીજા લગ્ન કર્યાં હતા. લગ્નના બીજા દિવસથી જ પતિ-પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. ગઈકાલે પણ મોડી રાતે કોઈ બાબતે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલી રાધિકા કૂહાડી લઈને પતિ અનિલ લોખંડે પર તૂટી પડી હતી. હાલ તો પોલીસે અનિલના મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ આદરી છે
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
