તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
સોની બજારમાં મહિલા લેકચરરના ઘરમાં થયેલી ૩.૭૭ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ રાણા અને ટીમને સફળતાઃ ત્રણ સગીરની પુછતાછઃ ચોરેલો મુદ્દામાલ કબ્જે કરવા તજવીજ

રાજકોટ તા. ૧૨: શહેરના સોની બજારમાં રહેતાં મહિલા લેકચરરના બંધ ઘરમાં થયેલી રૂા. ૩.૭૭ લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં એ-ડિવીઝન પોલીસને સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ સગીરોને સકંજામાં લઇ પુછતાછ આદરી છે. મોટા ભાગનો મુદ્દામાલ પણ કબ્જે લેવામાં સફળતા મળી છે. પોલીસે વિશેષ કાર્યવાહી યથાવત રાખી છે.
જાણવા મળ્યા મુજબ સોની બજારમાં ગેબી પીરના ઓટા પાસે જૂની ગધીવાડમાં રહેતાં મલેકાબેન સૈફુદીનભાઈ ગાંધી (ઉ.વ.૬૧) નામના દાઉદી વ્હોરા વૃધ્ધાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાર્ટ ટાઈમ આસી.લેકચરર તરીકે કલાસીસમાં નોકરી કરે છે. ગઇ તા. ૧૦ના બપોરના અઢી વાગ્યે તેઓ ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલ માસ્ટર કલાસમાં કોચીંગ કરાવવા માટે નોકરી ઉપર ગયેલ હતી. કોચીંગ કલાસ પુર્ણ કરી રાત્રીના સાડા નવેક વાગ્યે ચાલીને ઘરે પરત આવેલ હતાં. તેમનું ઘર ખોલતા ઘરની અંદર ડ્રેસીંગ રૂમની અંદર બેડ રૂમનો દરવાજો ખુલ્લો હતો.
તેમજ બેડરૂમની અંદર પ્રવેશ કરતા તેમાંઆવેલો કબાટ ખુલ્લો હતો. કબાટની અંદર રાખેલ બધી વસ્તુઓ રૂમની અંદર વેર વીખેર હાલતમાં પડેલ જોવામાં આવેલ હતી. કબાટના ખાનામાં રાખેલ સોનાની બંગડી નંગ-૦૨ રૂ. ૧.૪૦ લાખ, સોનાની વીંટી નંગ-૨ રૂ.૬૦ હજાર, સોનાની કાનની કાવી નંગ-૨ રૂ. ૭૦ હજાર, સોનાની કાનની બુટી ૨ જોડી રૂ. ૨૫ હજાર, સોનાની કાનની ચુક રૂ. ૧૦ હજાર, તુટેલ બુંટીયા તેમજ હીરા અને ડુલ પરચુરણ, ચાંદીનો બંગડી સાથેનો સોનાનો ગ્લેડ ચડાવેલ ઝાંઝર, હીરાનો ચાંદીનો સેટ, ચાંદીના બુટીયા, ચાંદીના બીસ્કીટ નંગ-૪, ચાંદીની માળા, ચાંદીનું પતરૂ, ચાંદીના સીકકા નંગ-૬ મળી કુલ રૂ.૩.૭૭ લાખના સોના ચાંદીના દાગીના કબાટમાં જોવામાં આવેલ નહી.
ત્યારબાદ તેઓને ચોરીની જાણ થતાં તેણીએ તેમના ભાઈ શબીરભાઈને ઘરે બોલાવી તપાસ કરતાં ઘરની પાછળની દીવાલ તુટેલ હાલતમાં હોય જેમાથી કોઈ અજાણ્યો શખ્સ ઘરની પાછળની દીવાલની વાટે ઘરની અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દગીનાની ચોરી કરી નાસી છૂટતાં ફરિયાદ નોંધાવી હતી. એ-ડિવીઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી હતી અને ગણતરીની કલાકોમાં જ ત્રણ સગીરને સકંજામાં લઈ મુદામાલ રિકવર કરવાં તજવીજ હાથ ધરી હતી. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, હેડકોન્સ. કલ્પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કનુભાઇ બસીયા, ધારાભાઇ, કોન્સ. યોગેશભાઇ મકવાણા, ધર્મેશભાઇ ખાંડેખા અને તેજસભાઇ ડેરએ આ કામગીરી કરી હતી
(2:57 PM IST)










