<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

રૈયા ચોકડીએ મુખ્‍ય લાઈનમાં ભંગાણ, ત્રણ વોર્ડ તરસ્‍યા

શિતલપાર્ક પાસે જોડાણની કામગીરી દરમિયાન લીકેજ થયા બાદ લાઈન તુટતા યુદ્ધના ધોરણે મરામતનું કામ શરૂ કરાયું

રાજકોટ તા. ૧૨: શહેરના ભુગર્ભમાં કરોડિયાના ઝાળની માફક પથરાયેલ જૂની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા જર્જરીત લાઈનો બદલાવા માટે આખા રાજકોટમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્‍યું છે. જ્‍યારે ૨૫૦ એમએલથી વધુ ડાયામીટરની લાઈનોમાં પણ જોઈન્‍ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે દરમિયાન ગઈકાલે સાંજે શિતલપાર્કથી ટેલિફોન એક્‍સચેન્‍જ સુધીની લાઈનમાં જોડાણ કરતી વખતે લીકેજ સર્જાયા બાદ લાઈનમાં ભંગાણ થતાં આજે ના છુટકે વોર્ડ નં. ૧, ૯ અને ૧૦માં પાણી કાપ ઝીંકવાની તંત્રને ફરજ પડી હતી.

રૈયા સર્કલ પાસે ૨૫૦ એમએમની લાઈન લીકેજ થયા બાદ ભંગાણ થતા વોર્ડ નં. ૧, ૯, ૧૦ માં પાણી વિતરણ વ્‍યવસ્‍થા ખોરવાઈ ગઈ હતી. વોટરવર્કસના જણાવ્‍યા મુજબ પ્રથમ લાઈન લિકેજ થતા મરામતનું કામ ચાલતું હતું તે દરમિયાન લાઈન તુટી પડતા તુરંત વાલ બંધ કરી પાણીનો પ્રવાહ રોકવામાં આવ્‍યો હતો. જેના લીધે વોર્ડ નં. ૧,૯ અને ૧૦માં ચારથી પાંચ કલાક મોડુ પાણી વિતરણ થઈ શકે તેવી સ્‍થિતિ સર્જાતા સાંજ સુધીના ટાઈમ ટેબલને મોટી અસર થઈ હતી. અને આ વોર્ડના અનેક વિસ્‍તારોમાં પાણીકાપ ઝીંકવાની ફરજ પડી હતી. વોટરવર્કસના જણાવ્‍યા મુજબ રૈયાધારથી શિતલપાર્ક અને ત્‍યાંથી ટેલિફોનએક્‍સચેન્‍જ સુધી જતીં જુની લાઈનના સામે નવી લાઈન નાખવામાં આવી છે.

જેમાં ૨૬ જગ્‍યાએ જોડાણ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ તે દરમિયાન સવારે ૬: ૩૦ વાગ્‍યે લાઈન લીકેજ થયા બાદ રિપેરીંગનું કામ શરૂ કરવામાં આવેલ છતાં ફોર્સના કારણે લાઈન તુટી જતાં તુરંત ઉપરથી વિતરણ બંધ કરવામાં આવ્‍યું હતું. પ્રથમ લાઈન લિકેજ થતાંવોર્ડ નં. ૧,૯ અને ૧૦માં ત્રણથી ચાર કલાક મોડુ પાણી વિતરણ થઈ શકે તેમ હતું પરંતુ લાઈનમાં  ભંગાણ થતાં હવે રિપેરીંગ થયા બાદ પાણી વિતરણ કરવામાં આવશે છતાં આ ત્રણ વોર્ડના અનેક વિસ્‍તારોમાં આગના દિવસોનું ટાઈમટેબલ જાળવવા માટે પાણી વિતરણ બંધ રાખવાની ફરજ પડશે તેમ જણાવ્‍યું હતું.

રૈયા ચોકડી પાસે ૨૫૦ ઍમઍમ ડાયામીટરની લાઈનમાં ભંગાણ થતાં ત્રણ વોર્ડમાં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. ત્રણ કલાક મોડુ પાણી વિતરણ કરવાની જાહેરાત કર્યા બાદ રિપેરીંગ કામમાં સમય લાગતા સવારના સમયે જે વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવી રહ્નાં છે તે વિસ્તારો તરસ્યા રહી જતાં મહિલાઓમાં દેકારો બોલી ગયો હતો. બપોર સુધી પણ રિપેરીંગનું કામ ચાલુ રહેલ હોય સંભવતઃ સાંજે પાંચ વાગ્યા બાદ બાકી રહેતા ત્રણેય વોર્ડના વિસ્તારોમાં ટાઈમટેબલ મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ વોટરવકર્સ વિભાગે જણાવ્યું હતું.(

(4:04 PM IST)