<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અજમેરા શાસ્ત્રીનગર માં રણધીરભાઇ જોષીનું હૃદય બેસી જવાને લીધે મોત

બેભાન હાલતમાં નવી કોર્ટ પાસે રહેતાં રેહાનાબેન કાદરી અને મહિકાના મહેશભાઇ ડાભીએ દમ તોડયો

રાજકોટ તા. ૧૨: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર  બ્‍લોક નં. ઇ-૨૯માં રહેતાં રણધીરભાઇ નરેન્‍દ્રભાઇ જોષી (ઉ.વ.૫૧) રાતે નવેક વાગ્‍યે ઘરે હતાં  ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર રણધીરભાઇ મુંબઇની કેતુ ઇમ્‍પેકસ નામની કંપનીનું કામ કરતાં હતાં. તે ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં જામનગર રોડ નવી કોર્ટ રોડ પર તુલસીપત્ર ખાતે રહેતાં રેહાનાબેન નીઝામુદ્દિીન કાદરી (ઉ.વ.૪૪) બેભાન થઇ જતાં  ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થયું હતું. તે બિમાર રહેતાં હોવાનું સગાએ કહ્યું હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના જીતુભાઇ બાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા મહિકા ગામે પીઠડઆઇ સોસાયટીમાં રહેતાં મહેશભાઇ કરમશીભાઇ ડાભી (ઉ.વ.૪૨) બિમારીથી બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(2:20 PM IST)