તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૫ ની દ્વિતિય રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયલ સીટીંગનું આયોજન
લોક અદાલત એટલે ‘‘ના કોઇનો વિજય ના કોઇ નો પરાજય''આવો લોક અદાલતના માધ્યમ થકી આપણા તકરાર આપણા પ્રશ્નોનું કાયમી રીતે નીવારણ લાવી સોહાર્દપૂર્વકના સમાજનું નિર્માણ કરીએ : આપનો કેસ લોક અદાલતના માધ્યમ થકી ખુબજ ઝડપથી ન્યાયીક નિવારણ લાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન વ. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એસ.વી.વ્યાસની અપીલઃ જુદી-જુદી અદાલતો દ્રારા પેન્ડિંગ તથા પ્રિ -લીટીગેશન મળીને ૪૦૦૦થી વધુ કેસો ફાઇન્ડ આઉટ કરી મુકવામાં આવેલ છે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧: ધી નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ-૧૯૮૭, નામદાર સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજય લેવલે નામદાર ગુજરાત હાઇકોર્ટ ની અનુશ્રામાં કામ કરતી બોડી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના પેટ્રોન ઈન ચીફ અને ગુજરાત હાઇકોર્ટ ના નામદાર ચીફ જસ્ટીસ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નામદાર એક્ઝિકયુટિવ ચેરમેન (સિનિયર મોસ્ટ જસ્ટીસ ઓફ ગુજરાત હાઇકોર્ટ) જસ્ટીસ અલ્પેશ વાય. કોગજે તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ એલ.એસ. પીરઝાદા ના ડાયરેકશન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રિવેદી તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા ના ચેરમેન એસ.વી.વ્યાસની સીધી દેખરેખ હેઠળ દ્વારા આગામી તારીખઃ- ૧૨/૦૭/ર૦ર૫, શનિવાર (જાહેર રજાના દિવસ) ના રોજ સમગ્ર દેવભૂમિ દ્રારકા જિલ્લા માં આવેલ તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૫ ની દ્વિતિય રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવનાર છે.
દેવભૂમિ દ્રારકા જિલ્લામાં આવેલી જુદી-જુદી અદાલતો દ્રારા પેન્ડિંગ તથા પ્રિ -લીટીગેશન મળીને કુલ *૪૦૦૦* થી વધુ કેસો ફાઇન્ડ આઉટ કરી મુકવામાં આવેલ છે.
ઈ ચલણ
વધુમાં દેવભૂમિ દ્વારકા માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા ના જુદા જુદા સ્થળો પર કેમેરા લગાવી ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો ને ઈ - ચલણ ઇસ્યૂ કરવામાં આવેલ છે. હાલ સુધી આવા ઈ - ચલણ ન ભરેલ હોય તેવા કુલ *૩૧૬૧* વાહન ચાલકો વિરળદ્ધ ઈ- ચલણની પ્રિ - લીટીગેશન નોટિસ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલ છે. જેથી આવા વાહન ચાલકો જો કોર્ટ ની કાર્યવાહી થી બચવા માંગતા હોય તો તાત્કાલિક ખંભાળિયા ખાતે આવેલ *નેત્રમ * કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર / જિલ્લા ની નજીક ની ટ્રાફિક શાખા અથવા તારીખઃ ૧૨/૦૭/૨૦૨૫ ના રોજ આયોજિત નેશનલ લોક અદાલત ના દિવસે રૂબરૂ ભરી શકાશે. વન નેશન વન નેશન અંતર્ગત ના ચલણ ઓનલાઇન ભરવા માટે echallan. parivahan. gov.in પર ભરી શકાશે.
અપીલ
આપ પણ આપનો કેસ લોક અદાલતના માધ્યમ થકી ખુબજ ઝડપથી પુરો કરાવવા વાસ્તે આપના વિસ્તાર માં આવેલ નજીક ની કોર્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ, ખંભાળિયા / ભાણવડ / કલ્યાણપુર / દ્વારકા / ઓખા માં સંપર્ક કરવા વિકલ્પે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, સલાયા રોડ, હર્ષદપુર, ખંભાળિયા ખાતે સંપર્ક કરવા વિકલ્પે ઓફિસ સમય દરમિયાન કચેરી ના ટેલિફોન નંબર - ૦૨૮૩૩-૨૩૩૭૭૫ / ૯૨૨૭૧૧૫૧૦૦ પર સંપર્ક કરવા અથવા ઈ-મેઈલ [email protected] મારફતે સંપર્ક કરવા અથવા કોઈ પણ કાનૂની સહાય મેળવવા નાલસા હેલ્પલાઇન નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરવા સર્વે ને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી દ્રારા અપીલ કરવામાં આવે છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
