<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

એડી. કલેકટર આકરા પાણીએઃ ૧૩ પાર્ટીના ઘી-પનીર- મુખવાસના નમુના સબ સ્‍ટાન્‍ડર્ડઃ હજારોનો દંડ ફટકાર્યો

રાધે કેટરર્સ-પ્રકાશ સ્‍ટોર્સ-રેડ એપલ ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ-અતુલ એગ્રો-રાજેન્‍દ્ર ડેરી સહિતના ઝપટે ચડી ગયા

રાજકોટ તા. ૧રઃ તાજેતરમાં ફુડ એન્‍ડ ડ્રગ ખાતાએ તથા કોર્પોરેશનના ફુડ વિભાગે અનેક સ્‍થળે ચેકીંગ હાથ ધરી ઘી, પનીર, મુખવાસ ગ્રાઉન્‍ડ નટ ઓઇલ વિગેરે વસ્‍તુના નમુના લીધા હતા, આ બધા લેવાયેલ નમુના લેબ ચેક દરમિયાન સબ સ્‍ટાન્‍ડર્ડ અને અમૂક અંશે ભેળસેળ વાળા જણાતા એડી. કલેકટરશ્રી આલોક ગૌતમ સમક્ષ ૧૩ પાર્ટી સામેના કેસો મૂકાયા હતા, આ કેસો ચાલી જતા એડી. કલેકટરે ૧૩ પાર્ટીને-પેઢીને આકરો દંડ ફટકારી તાકિદે દંડ ભરી દેવા હુકમો કર્યા છે.

જેમને દંડ ફટકારાયો તેમાં રાધે કેટર્સ, ફરાળી લોટ, રૈયા રોડને-૧૦ હજાર, પ્રકાશ સ્‍ટોર્સ-પ્રહલાદ ટોકીઝ પાસે, મુખવાસ અંગે ૧૪ હજાર, રેડ એપલ ગાર્ડન રેસ્‍ટોરન્‍ટને ર૦ હજાર નરેશ વાછાણી-જસદણને ઘી અંગે ૧૦ હજાર, આર્યમાન ગીર ગૌશાળાને ૧૦ હજાર, રાજપતરા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીને પ હજાર, અતુલ એગ્રો લીમીટેડને ગ્રાઉનટ ઓઇલ અંગે ર૮ હજાર, અમૂબેન ખીમાણી-પ હજાર, વેડશી માટકા-પ હજાર, અજેન્‍દ્ર ડેરી ફાર્મ-પનીર અંગે ૧ લાખ, ખોડાભાઇ લૂણાગરીયા-ખોડીયાર ડેરી ફાર્મ એન્‍ડ નમકીનને ૧૦ હજાર, હીરવા હેલ્‍થ કેર-ગાંધીગ્રામને ૪ર હજાર તથા પરેશ મોરીયા-આણંદપરને ઘીના નમુના સબ સ્‍ટાન્‍ડર્ડ અંગે ૧પ હજારનો દંડ ફટકારાયો છે, ઉપરોકત તમામ માહિતી એડી. કલેકટરશ્રી આલોક ગૌતમે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં આપી હતી. (૭.ર૯)

એડી. કલેકટરે ફટકારેલો દંડ

  રાધે ડેરી (રૈયા રોડ): પેટીસના નમૂના ફેલ થતાં રૂ.૧૦,૦૦૦ નો દંડ.

  પ્રકાશ સ્‍ટોર (નંદ મુખવાસ, પ્રહલાદ ટોકીઝ બાજુમાં): રૂ. ૧૪,૦૦૦ નો દંડ.

  નંદનવન રેડ એપલ ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ (દોઢસો ફૂટ રીંગ રોડ): મંચુરિયનના નમૂના સબ-સ્‍ટાન્‍ડર્ડ જણાતા રૂ. ૨૦,૦૦૦ નો દંડ.

  પરેશભાઈ રવજીભાઈ (જસદણ): ઘીના નમૂના ફેલ થતાં રૂ. ૧૦,૦૦૦ નો દંડ.

  દિનેશભાઈ સાણી (જસદણ): ઘીના નમૂના ફેલ થતાં રૂ. ૧૦,૦૦૦ નો દંડ.

  રાજપરા દૂધ ઉત્‍પાદન સહકારી મંડળીઃ દૂધના નમૂના ફેલ થતાં રૂ. ૫,૦૦૦ નો દંડ.

  અતુલ અગ્રેલા તેલ (લીલાપુર): રૂ. ૨૧,૦૦૦ નો દંડ.

  લીલુબેનઃ રૂ. ૫,૦૦૦ નો દંડ.          રાણીબેનઃ રૂ. ૫,૦૦૦ નો દંડ.

  અન્‍ય એક ધંધાર્થી (ધોરાજી, જામકંડોરણા રોડ, છૂટક ઘીનો ધંધો કરતા): રૂ. ૫,૦૦૦ નો દંડ.

  અજેન્‍દ્ર ડેરી ફાર્મ (સોરઠીયાવાડી, કોઠારીયા રોડ): પનીરના નમૂના ફેલ થતાં રૂ. ૧,૦૦,૦૦૦ નો દંડ.

  ખોડીયાર નમકીન (ક્રિષ્‍ના પાર્ક સોસાયટી): દૂધના નમૂના ફેલ થતાં રૂ. ૧૦,૦૦૦ નો દંડ.

  હિરવા હેલ્‍થ (હેલ્‍થ ટેબ્‍લેટ): રૂ. ૪૨,૦૦૦ નો દંડ.

  પરેશ વાલજી (નવાગામ): રૂ. ૧૫,૦૦૦ નો દંડ.

(4:04 PM IST)