News of Friday, 13th June 2025
મોરબીમાં શ્રમદાન અંતર્ગત વાવડી રોડ પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
સફાઈ ઝુંબેશમાં ૨૦ હાથ લારી, ૧૪ બ્રશ અને એક જેસીબી તેમજ ૩ ટ્રેક્ટર દ્વારા રોડ સફાઈ અને gvp પોઈન્ટની સફાઈ કરી અંદાજીત ૧૦ ટન સોલીડ વેસ્ટનો નિકાલ કરાયો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનાગપાલિકા દ્વારા આજે વાવડી રોડ ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, સ્ટાફ, ટ્રાન્સપોર્ટ એસોસીએશન, સ્થાનિક વેપારી અને નગરજનો જોડાયા હતા સફાઈ ઝુંબેશમાં ૨૦ હાથ લારી, ૧૪ બ્રશ અને એક જેસીબી તેમજ ૩ ટ્રેક્ટર દ્વારા રોડ સફાઈ અને gvp પોઈન્ટની સફાઈ કરી અંદાજીત ૧૦ ટન સોલીડ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન અંતર્ગત વાવડી રોડ પર આવેલ gvp પોઈન્ટની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને ધ્યાનમાં લઈને શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમનું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે જેમાં નાગરિકોને શ્રમદાન માટે જોડાવવા આહ્વાન કર્યું છે.
(1:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
