News of Thursday, 12th June 2025
ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગજડી ગામ સમરસ જાહેરઃ લજાઈ સરપંચ માટે ૩ ઉમેદવાર મેદાનમાં
વોર્ડના સભ્યો બિન હરીફ જ્યારે જબલપુર સરપંચ બિન હરીફ નિમાયા ત્યાં ૪ વોર્ડ ના સભ્યો માટે ચુંટણી યોજાશે. ભારે રાજકીય ગરમાવા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૧રઃ ટંકારા તાલુકાના ૨૪ ગામોમાં સામાન્ય અને પેટા ચૂંટણી યોજનાર હતી . જેમાં લજાઈ ગામે સરપંચ માટે ૫ તો સભ્ય માટે ૧૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારે આજે પરત ખેંચવાના દિવસે સરપંચ માટે બે સભ્યો એ ઉમેદવારી પરત ખેંચી લેતા હવે ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે જ્યારે બે સભ્ય એ ફોમ પરત ખેચતા સભ્યો બિન હરીફ થયા છે ગજડી ગામે સરપંચ માટે ૧ તો સભ્ય માટે ૮ ફોર્મ ભરાયા હતા ત્યારે આ ગામ સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે . જબલપુર ગામે સરપંચ માટે ૧ અને સભ્ય માટે ૧૪ ફોર્મ ભરાયા હતા જેમાં વોર્ડ નંબર ૨ અને ૮ અપુરતા ડોકયુમેન્ટ કારણે ફોમ રદ થયા હતા અને બે ફોમ પરત ખેચતા હવે વોર્ડ નંબર ૩ ૫ ૬ ૭ માં સભ્યો માટે મતદાન થશે . હરિપર, લખધીરગઢ અને વિરવાવમાં સરપંચ માટે એક-એક ફોર્મ ભરાયા હતા જે બિન હરીફ જાહેર થયા છે . જ્યારે છતર, નેકનામ અને સજનપર ગામે સભ્ય માટે એક-એક ફોર્મ ભરાયા તે પણ બિન હરીફ થયા છે. બાકીના ગામોમાં કોઈ પણ ઉમેદવારે ચુંટણી મેદાનમાં ઉતારવાનું ટાળતા બેઠકો ખાલી રહશે. જબલપુર અને લજાઈ સમરસ થતા સહેજમાં અટકી એની પાછળ રાજકીય કાવાદાની લડાઈ શેરી સુધી પહોચી છે એની ચાડી ખાય છે. જોકે લજાઈ ગામે તમામ સભ્યોને કોગ્રેસના લડાયક અને સાહસી નેતા પંકજ મસોત વડિલો સાથે પરામર્શ કરીને યુવાનોને સાથે રાખી ગામ પંચાયત માટે ટિમ તૈયાર કરી હતી જે બિન હરીફ થઈ છે. જ્યારે જબલપુરમાં અનેક રાજકીય નેતા હોવા છતાં પણ સમરસ ન કરી શકતા એની નેતાગીરી ઉપર વિચાર માંગી લે છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
