તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાના સંગઠનાત્મક માળખાની જાહેરાત : મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણા બાદ પ્રદેશ પદાધિકારીઓ અને કારોબારી સભ્યોની નિમણૂક કરાઈ : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સૂચના અને પ્રદેશ અધ્યક્ષા અંજુબેન વેકરીયાના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લા - મહાનગરોના મહિલા આગેવાનોને મહત્વની જવાબદારી સોંપાઈ : પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી તેમજ કોષાધ્યક્ષ સહિત ૨૫ કારોબારી સભ્યોના નામો જાહેર

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે સઘન ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રદેશ મહિલા મોરચાના સંગઠનાત્મક માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતેથી મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા અંજુબેન વેકરીયા (એ. પી. વેકરીયા) દ્વારા પ્રદેશ મહિલા મોરચાના નવા પદાધિકારીઓ તેમજ પ્રદેશ કારોબારી સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના તમામ ભૌગોલિક વિસ્તારો અને વિવિધ જિલ્લા-મહાનગરોને યોગ્ય પ્રતિનિધિત્વ આપીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્રદેશ મહિલા મોરચાના નવા નિમાયેલા પદાધિકારીઓની વિગતવાર યાદી:
જાહેર કરાયેલી સત્તાવાર યાદી મુજબ, મહિલા મોરચાના પ્રદેશ પદાધિકારીઓ તરીકે નીચે મુજબની બહેનોની વરણી કરવામાં આવી છે:
પ્રદેશ ઉપાધ્યક્ષ:
૧. શ્રીમતી જયશ્રીબેન દોશી (કર્ણાવતી)
૨. શ્રીમતી છાયાબેન ગઢવી (કચ્છ)
૩. શ્રીમતી રિદ્ધિબેન પટેલ (સુરત જિલ્લો)
૪. શ્રીમતી કીર્તિબેન દાણીધારીયા (ભાવનગર)
૫. શ્રીમતી ગીતાબેન પટેલ (વલસાડ)
૬. શ્રીમતી મનોરમા પ્રદીપ ખરડે (વડોદરા)
૭. શ્રીમતી શ્રદ્ધાબેન ચિરાગકુમાર ભડંગ (દાહોદ)
૮. શ્રીમતી એકતાબેન સોઢા (જામનગર)
૯. શ્રીમતી જ્હાન્વીબેન વ્યાસ (ખેડા)
પ્રદેશ મહામંત્રી:
૧૦. શ્રીમતી ભાવનાબેન હીરપરા (જૂનાગઢ)
પ્રદેશ મંત્રી:
૧૧. શ્રીમતી પુષ્પાબેન ઠાકોર (પાટણ)
૧૨. શ્રીમતી સુમનબેન વળવી (ડાંગ)
૧૩. શ્રીમતી કામિનીબેન પંચાલ (ભરૂચ)
૧4. શ્રીમતી ઉષાબેન ભોઈ (પંચમહાલ)
૧૫. શ્રીમતી ભીખીબેન લક્ષ્મીરાવ વોરા (બનાસકાંઠા)
૧૬. શ્રીમતી જલ્પાબેન ભાવસાર (અરવલ્લી)
૧૭. શ્રીમતી સરલાબેન મકવાણા (અમદાવાદ જિલ્લો)
૧૮. શ્રીમતી મંજુલાબેન સુચણી (સોમનાથ)
૧૯. શ્રીમતી ગીતાબેન વદર (પોરબંદર)
પ્રદેશ કોષાધ્યક્ષ:
૨૦. શ્રીમતી રચનાબેન મોતણી (દેવભૂમિ દ્વારકા)
પ્રદેશ કાર્યાલય મંત્રી:
૨૧. શ્રીમતી પ્રિયાબેન પટેલ (ગાંધીનગર)
પ્રદેશ મહિલા મોરચાના ૨૫ નવા કારોબારી સભ્યોની વરણી:
પદાધિકારીઓ ઉપરાંત સંગઠનને ગતિશીલ રાખવા માટે રાજ્યભરમાંથી ૨૫ મહિલા આગેવાનોની પ્રદેશ કારોબારી સભ્યો તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમના નામ જિલ્લા વાઈઝ નીચે મુજબ છે:
૧. શ્રીમતી અરુણાબેન ચૌધરી (ગાંધીનગર)
૨. શ્રીમતી નીપાબેન પટેલ (આણંદ)
૩. શ્રીમતી જ્યોતિબેન માસાણી (પોરબંદર)
૪. શ્રીમતી સ્મૃતિબેન શાહ (જૂનાગઢ જિલ્લો)
૫. શ્રીમતી કારમીરા શાહ (વલસાડ)
૬. શ્રીમતી જીગીષા પારેખ (નવસારી)
૭. શ્રીમતી હેમલતા રાણા (સુરત)
૮. શ્રીમતી સેજલબેન હેમંતભાઈ (ગોલા) (તાપી)
૯. શ્રીમતી વર્ષાબેન તડવી (નર્મદા)
૧૦. શ્રીમતી હેમીષાબેન જયેશભાઈ ઠક્કર (વડોદરા)
૧૧. શ્રીમતી દિપ્તીબેન વાઘેલા (વડોદરા જિલ્લો)
૧૨. શ્રીમતી લીલાબેન હીરાભાઈ રાઠવા (છોટાઉદયપુર)
૧૩. શ્રીમતી પ્રતિભાબેન प्रकाशભાઈ પરમાર (પંચમહાલ)
૧૪. શ્રીમતી રમીલાબેન ડામોર (મહીસાગર)
૧૫. શ્રીમતી રીતુબેન રાઠી (સુરત)
૧૬. શ્રીમતી દક્ષાબેન જગદીશભાઈ ચૌધરી (સાબરકાંઠા)
૧૭. શ્રીમતી નેહાબેન પટેલ (અરવલ્લી)
૧૮. શ્રીમતી ગીતાબેન દેસાઈ (મહેસાણા)
૧૯. શ્રીમતી ભાવીશાબેન ધોળકિયા (જામનગર શહેર)
૨૦. શ્રીમતી મનીષાબેન ગોસ્વામી (અમરેલી)
૨૧. શ્રીમતી સીમાબેન જોષી (राजકોટ જિલ્લો)
૨૨. શ્રીમતી નંદુબેન આહીર (ગીર સોમનાથ)
૨૩. શ્રીમતી નીતાબેન પરેશભાઈ લાખાણી (બોટાદ)
૨૪. શ્રીમતી રમીલાબેન મકવાણા (સુરેન્દ્રનગર)
૨૫. શ્રીમતી આરતીબેન સંઘાણી (ભાવનગર)
મોવડી મંડળને નકલ રવાના કરી જાણ કરવામાં આવી:
પ્રદેશ મહિલા મોરચા દ્વારા આ નવનિયુક્ત પદાધિકારીઓ અને કારોબારી સભ્યોની યાદીની એક નકલ રાજ્યના મોવડી મંડળને પણ જાણ સારું રવાના કરવામાં આવી છે. જેમાં ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રીઓ અનિરુદ્ધભાઈ દવે, પ્રશાંતભાઈ કોરાટ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ મહિલા મોરચાના પ્રભારી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટને પણ આ નિયુક્તિ પત્રની નકલ સત્તાવાર રીતે મોકલી આપવામાં આવી છે. આ નવી નિમણૂકોથી ભાજપા મહિલા મોરચાની સંગઠનાત્મક કામગીરીને વધુ બળ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
