તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
અમરગઢ ભીચરીના રોડ પર દારૂની બોટલો સાથેની ઇકો કાર રેઢી મળી
કુવાડવાર રોડ પોલીસે ૩.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોઃ અન્ય પાંચ દરોડામાં પાંચ શખ્સો વ્હીસ્કીના ચપલા સાથે પકડાયા

રાજકોટ તા. ૧૧: અલગ અલગ સ્થળે વિદેશી દારૂના દરોડા પાડી પોલીસે પાંચને પકડી લીધા હતાં. એક સ્થળે દારૂના ચપલા સાથેની ઇકો કાર રેઢી મળી આવી હતી. કુવાડવા પોલીસે હાજાપર ચોકડીથી અમરગઢ ભીચરી તરફ જતાં રસ્તા પર મા વિહોત હોટેલ પાસે રેઢી પડેલી ઇકો કારમાંથી દારૂનો જથ્થો શોધી કાઢી કાર, દારૂ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. એએસઆઇ ખોડુભા જાડેજા, કોન્સ. ભરતભાઇ ઘેડ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ૮૦૪૭ નંબરની ઇકો કાર રેઢી મળી આવી હતી. જેમાંથી રૂા. ૧૪૭૧૧ની દારૂની ૨૧ બોટલો મળી આવી હતી. દારૂ, કાર, મોબાઇલ ફોન મળી કુલ ૩,૨૪,૭૧૧નો મુદ્દામાલ કબ્જે કરી કાર માલિક, ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
થોરાળા પોલીસ મથકના આર. એ. મોરી, ગોકુલભાઇ મકવાણા સહિતે ભાવનગર રોડ પર ખુલ્લા પટ સામેથી ગંજીવાડા-૩૬માં રહેતાં રાહુલ ગોરધનભાઇ વાલાણી (ઉ.વ.૨૬)ને રૂા. ૨૧૦૦ના દારૂના ૭ ચપલા સાથે પકડી લીધો છે.
જ્યારે જંગલેશ્વર-૭ નદી કાંઠેથી જેતુપર બાવડાપરાના ભરત રાજુભાઇ સોલંકી (ઉ.વ.૩૦)ને ભક્તિનગરના નિલેષભાઇ મિયાત્રા, મયુરદાન સહિતે રૂા. ૬૦૦ના વ્હીસ્કીના બે ચપલા સાથે પકડયો હતો. કેનાલ રોડ પર અપ્પુ પેઇન્ટસ સામેના રોડ પરથી મોરબી રોડ ૨૫ વારીયાના અમિત ભોલાભાઇ રાજભર (ઉ.વ.૨૦) તથા સોહમનગર-૧ના ઉદય જગદીશભાઇ સોલંકી (ઉ.વ.૨૦)ને રૂા. ૨૦૦ના દારૂના બે ચપલા સાથે એ-ડિવીઝનના કોન્સ. અનિરૂધ્ધસિંહ ચાવડા સહિતે પકડી લીધા હતાં.
તેમજ ગાંધીગ્રામ ભારતીનગર-૮/૧૧ના ખુણે બંધ શેરીમાં રહેતાં પ્રહલાદસિંહ હાનુભા ચુડાસમા (ઉ.વ.૫૫)ને રૂા. ૩૦૦૦ના દારૂના ૨૦ ચપલા સાથે ગાંધીગ્રામના હેડકોન્સ. રોહિતદાન ગઢવી, રવિભાઇ ગઢવીએ પકડી લઇ કાર્યવાહી કરી હતી.
(3:26 PM IST)










