<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

મારામારીમાં સામેલ કોઠારીયા હાઉસીંગ બોર્ડના સાગરને પાસામાં ધકેલાયો

આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૧: મારામારી કરવાની ટેવ ધરાવતાં કોઠારીયા હાઉસીંગ બોર્ડ સામે જયનગર મફતીયાપરામાં રહેતાં સાગર દિપકભાઇ કાલીયા (ઉ.વ.૩૦) નામના શખ્‍સને પાસા તળે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ભુજ જેલમાં ધકેલી દીધો છે.

સાગર કાલીયા વિરૂધ્‍ધ આજીડેમ પોલીસમાં મારામારીના અલગ અલગ ચાર ગુનાઓ નોંધાયા હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્‍ત પોલીસ કમિશનરે મંજુર કરી સાગરને ભુજ જેલમાં ધકેલવા આદેશ કર્યો હતો. આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે વોરન્‍ટ બજવણી કરી હતી. 

(3:03 PM IST)