<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

૨૦૨૭ અને ૨૦૨૯ની ચૂંટણી જીતી જશું : ૨૦૩૦માં કોમનવેલ્‍થને યાદગાર - ઐતિહાસિક બનાવવાની નેમ - મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ : વિકસિત ગુજરાતમાં સંકલ્‍પને નવી ઉંચાઈએ લઈ જવા અવિરત ઉર્જા સાથે કાર્યરત અને ‘કોમનમેન' - ‘લો પ્રોફાઈલ' ની છાપ ધરાવતા મૃદુભાષી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ‘અકિલા' કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાતે :લોકપ્રશ્નો ઉકેલવાને પ્રાધાન્‍ય : લોકો મને પ્રશ્ન ગળે ઉતરાવી દયે તો તેનો ઉકેલ કે કામ પુરૂ કરતા મને કોઈ રોકી નહિ શકે : હવે મુખ્‍યમાર્ગો સિમેન્‍ટમાં બનશે એટલે ઓછા તુટશેઃ અમદાવાદ-સુરતના પૂરપીડિતો માટે સરકારે દિવસ-રાત એક કર્યો : અકિલા પરિવારના સ્‍વ.વિણાબેન, સ્‍વ.ભાવનાબેન (ધારાબેન) અને સ્‍વ.રાજુભાઈ (રાજેશભાઈ) ને યાદ કરી ભૂપેન્‍દ્રભાઈએ શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા : ભુપેન્દ્રભાઇની રગેરગમાં ગુજરાતનો વિકાસ અને જનકલ્યાણની ભાવના દોડી રહી છે : આને કહેવાય પારિવારિક સંબંધો - મુખ્યમંત્રી કોઈ પણ અધિકારી-મંત્રી-નેતાગણ વિના એકલા જ ‘‘અકિલા’’ કાર્યાલય ખાતે પધાર્યા : મુખ્યમંત્રીએ અકિલા પરિવારના સભ્યો સાથે ડીનર પણ લીધુ - ગરમા ગરમ ભજીયા અને ગાંઠીયા સહિતની વાનગીઓનો સ્વાદ માણ્યો4:45 PM IST

બે વર્ષ પહેલા પણ ઘનશ્‍યામસિંહ વાઘેલાની હત્‍યાનો પ્રયાસ થયો હતોઃ આ વખતે ઝીંકાયેલા છરીના ઘા જીવલેણ નીવડયા : રાજકોટમાં જલારામ ચોકમાં થયેલી રઘુવીર સોસાયટીના યુવાનની હત્‍યામાં ભક્‍તિનગર પોલીસે કલાકોમાં આરોપીને લીંબડીથી પકડયો : હાલના આરોપી ધર્મેન્‍દ્રસિંહના મોટા ઘનશ્‍યામસિંહે મહેન્‍દ્રસિંહ વાઘેલાએ પાટણવાવના ભાડેર ગામે જઇ ‘તું મારી પત્‍નિ સાથે ફોનમાં કેમ વાતો કરે છે?' કહી ઘનશ્‍યામસિંહ અનોપસિંહ વાઘેલાને મારી નાંખવા પ્રયાસ કર્યો હતોઃ એ કેસમાં સમાધાન કરવા મામલે પણ મનદુઃખ હતું: મૃતકે પચાસથી વધુ ફોન આરોપીને કર્યા અને લોથ ઢળી મૃતકને આરોપી ધર્મેન્‍દ્રસિંહના ભાભી સાથે ફોનમાં વાતચીતના સંબંધ હોઇ ડખ્‍ખો થયો હતો2:23 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST