તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Monday, 3rd August 2026
રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત

રાજકોટ :.. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આયોજિત રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હસ્તકના રકમ રૂપિયા ૨૬૮ કરોડથી વધુનાં વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ ગઇકાલે યોજાયેલ. આ પ્રસંગે રાજ્ય સરકારનાં મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી,ડો. પ્રદ્યુમન વાજા, શ્રી ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્ય, જિલ્લા પંચાયતનાં પ્રમુખ સંજયભાઈ પીપળીયા,ઉપપ્રમુખ સામતભાઇ બાંભવા, કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા, શાસક પક્ષ નેતા પારુલબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
(11:37 AM IST)










