<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

વાંકાનેરના કોટડાનાયાણી ગામે પિતા સાથે પુરમાં તણાયેલા છ વર્ષના પુત્રની લાશ મળી

રીક્ષા તણાયા બાદ પિતાની લાશ મળી'તીઃ રેસ્‍કયુ ટીમે પુત્રની લાશ શોધી કાઢી

તસ્‍વીરમાં બાળકનો મૃતદેહ નજરે પડે છે.  (તસ્‍વીર : મહમદ રાઠોડ વાંકાનેર)

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૩ :.. વાંકાનેરના કોટડાનાયાણી ગામે પુરમાં પિતા સાથે તણાયેલ પુત્રની લાશ મળી આવી હતી. આ અગાઉ પિતાની લાશ મળી આવી હતી.

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે સીએનજી રીક્ષા લઇ સીરાજભાઇ ખમીસા (ઉ.૩૭) તથા તેનો છ વર્ષનો બાળક કામીબ, પોતાના દાદીની મૈયત-જનાજામાં રાજકોટ થી આવી રહ્યા હતા ત્‍યારે કોટડાનાયાણીના રસ્‍તાના પુલ પર ભારે વરસાદના કારણે પાણી વહેતુ હોઇ, પુલ તુટી ગયો છે. તેની જાણ ન હોવાને કારણે પુલના ખાડામાં સીએનજી રીક્ષા ફસાઇ જતા પાણીનું સ્‍તર વધતા બન્ને પિતા-પુત્ર આ પાણીમાં ગરકાવ થઇ ગયેલ. તેની જાણ વાંકાનેર ડીઝાસ્‍ટરમેન્‍ટ અધિકારીઓને કરતા મામલતદારશ્રી અને તેની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ને લાશોનો તાગ મેળવવા ગામના સરપંચ, ઉપસરપં, આગેવાનો લોકો મદદે આવી જતાં પ્રથમ એક મૃતદેહ સીરાજભાઇ ખમીસાનો મળેલ હતો.

બાદમાં બાળકના મૃતદેહને શોધતા મોરબી જાણ કરી રેસ્‍યુ ટીમ બોલાવવામાં આવેલ. આ ટીમ સવાર સુધી બાળકના મૃતદેહ ને શોધી કશકી નથી. બાદમાં રાજકોટ થી રેસ્‍કયુ ટીમ સાથે ગામ લોકો પણ જોડાઇ અંતે આ છ વર્ષના બાળકની લાશ સાંજે છએક વાગ્‍યે મળી આવતા આ લાશને સરકારી હોસ્‍પીટલે લાવવામાં આવેલ. પી. એમ. બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપાયેલ છે.મૃતક સીરાજભાઇની દફનવિધી રવિવારે સવારે થઇ ચૂકયા બાદ બાળકની અંતિમ વિધિ - દફનવિધી થશે.

મૃતક સીરાજભાઇને બે દિકરીઓ અને બે દિકરા છે. જેમાંથી મોટો પુત્ર બાર વરસનો છે. મોટી પુત્રી સુહાના (ર૦ વર્ષ)ની  એક માસ પહેલા જ નીકાહ થયેલ છ.ે આથી નાની પુત્ર ૧૬ વર્ષની છે.

મુળ હડાળા હાલ રાજકોટ રહેવાસી મૃતક સીરાજભાઇના પત્‍નિ રૂખસાનાબેન રાજકોટના જંગલેશ્વરમાં રહે છે.

આ અતિ ગંભીર બનાવની જાણ તાલુકા વિકાસ અધિકારીની થતા તેઓ ઘટના સ્‍થળે મામલતદાર સાથે સહયોગમાં રહી તાલુકા પોલીસને ઘટના સ્‍થળે બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરવા સુચના અપાયેલ છે. વિશેષ તપાસ તાલુકા એએસઆઇ વાલજીભાઇ તથા તેના સ્‍ટાફે હાથ ધરી છે.

(11:19 AM IST)